Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નોકરી અપાવવાનો ખોટો વાયદો આપી છેતરપિંડી:સરંભડાના આધેડને 4 સંતાનોને સરકારી નોકરી આપવાનું કહી સાવરકુંડલાના ગઠિયાએ રૂપિયા 12.30 લાખ પડાવ્યા

    23 hours ago

    સાવરકુંડલાની એક વ્યક્તિએ પવનચક્કી વિભાગના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી સરકારી નોકરી અપાવવાના બહાને રિક્ષા ડ્રાઈવર પાસેથી રૂ. 12.30 લાખ પડાવી લીધાની ઠગાઈનો કેસ સામે આવ્યો છે. રીક્ષા ચાલકના 4 સંતાનોને નોકરી આપવાના બહાને આ ઠગાઈ કરી હતી. સરંભડા નિર્ભયપરા વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા પ્રવિણભાઈ નાનજીભાઈ દાફડા (ઉ.વ.42)ને આજથી આઠેક માસ પહેલા ગુણવંતભાઈ બગડા સાથે મુલાકાત થઈ હતી તેઓએ પોતાની ઓળખ પવનચક્કીના અધિકારી હોવાની આપી હતી અને વિવિધ સરકારી અધિકારીઓ સાથે સારા સંબંધ હોવાનું જણાવી પ્રવિણભાઈને વિશ્વાસમાં લઈ તેના પર દીવમાં થયેલા કેસ પતાવી દેવાની લાલચ આપી સંતાનોને પણ વનવિભાગ અને રેલવેમાં અધિકારીઓ સાથે સેટિંગ કરી નોકરી અપાવવાની લાલચ આપી હતી. આ માટે આરોપીએ ખોટા સરકારી ઓર્ડર અને દસ્તાવેજો બતાવી પ્રવીણભાઈ પાસેથી 10 જુલાઈ થી આજ સુધીમાં અલગ અલગ રીતે કુલ રૂ. 12.30 લાખ ઓળવી લીધા હતા. આ અંગે ફરિયાદ આપતા ગુણવંતભાઇ ઉર્ફે ગૌતમભાઇ ગોવિંદભાઇ બગડા વિરૂદ્ધ ગુન્હો નોંધી અમરેલી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. પુત્રીની હાથમાં ટેટુ હોય નોકરી નહી મળે તેમ કહી વધુ રકમ માંગી ગઠીયા ગૌતમે પ્રવિણભાઈ દાફડાની પુત્રી હીરલને હાથ પર ટેટુ બનાવેલુ હોય તેને નોકરી નહી મળે તેમ કહી આ માટે વધારે રૂપિયા 3 લાખ આપવા પડશે તેવી માંગણી કરી અંતે રૂપિયા 2.60 લાખ પડાવ્યા હતા. પ્રોવિડંન્ટ ફંડનું એકાઉન્ટ ખોલવાના ‎બહાને રૂપિયા 1.14 લાખ પડાવ્યા ‎ સાવરકુંડલામાં ખાદી કાર્યલય પાછળ રહેતા ‎ગુણવંત ઉર્ફે ગૌતમ ગોવિંદ બગડા નામના આ ‎ગઠીયાએ રીક્ષા ચાલકના ચારેય સંતાનોના ‎પીએફના એકાઉન્ટ ખોલવા માટે પણ રૂપિયા ‎1.14 લાખની રકમ પડાવી હતી અને ‎નોકરીની લાલચમાં તેમણે પત્નિની સોનાની ‎બુટી અને વીટી પણ વેચી નાખી હતી. ‎
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:જિલ્લામાં 46 હોટલ અને રેસ્ટોરન્ટમાં પુરવઠાની તપાસ: રાંધણ ગેસના 15 સિલિન્ડર ઝડપી લેવાયા
    Next Article
    પોથી યાત્રા સાથે શિવ મહાપુરાણનો પ્રારંભ:જાફરાબાદ નજીકની તપોવન ટેકરી ખાતે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો રાષ્ટ્રગીત સાથે પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment