Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:જિલ્લામાં 46 હોટલ અને રેસ્ટોરન્ટમાં પુરવઠાની તપાસ: રાંધણ ગેસના 15 સિલિન્ડર ઝડપી લેવાયા

    22 hours ago

    અમરેલી જિલ્લામાં જુદા જુદા શહેરોમાં રાંધણ ગેસના સીલીન્ડર માટે લોકોએ પડા પડી કરી મુક્યા બાદ તંત્ર દ્વારા રાંધણ ગેસનો ગેર ઉપયોગ અટકાવવા જિલ્લામાં જુદી જુદી 46 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરી એલપીજીના 15 સીલીન્ડર કબ્જે લેવામાં આવ્યા છે. બીજી તરફ જિલ્લામાં રાંધણ ગેસનો જરૂરીયાત જેટલો જથ્થો ઉપલબ્ધ હોવાનું તંત્રએ જણાવ્યું હતું. સરકાર દ્વારા હાલમાં કોમર્શિયલ ગેસ સીલીન્ડરની ડીલીવરી બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની લારીઓમાં રાંધણ ગેસનો ગેર ઉપયોગ થવાની શકયતા જોવાતી હતી. તેની સામે અમરેલી જિલ્લાના તંત્રએ સાબદા થઈ કાર્યવાહી શરૂ કરી છે. પુરવઠા શાખાની જુદી જુદી ટુકડીઓએ અમરેલી, સાવરકુંડલા સહિતના વિસ્તારમાં જુદી જુદી હોટલ અને રેસ્ટોરન્ટમાં એલપીજીનો ઉપયોગ થાય છે કે કેમ તેની ચકાસણી શરૂ કરી છે. પુરવઠા શાખાની જુદી જુદી ટુકડીઓ દ્વારા અમરેલી અને સાવરકુંડલામાં જુદી જુદી 46 હોટલ અને રેસ્ટોરન્ટમાં આ ચકાસણી કરાઇ હતી. રાંધણ ગેસનો સૌથી વધુ ગેર ઉપયોગ સાવરકુંડલા તાલુકામાં જોવા મળ્યો હતો. જ્યાર અલગ અલગ સ્થળેથી 12 સીલીન્ડર કબ્જે લેવાયા હતા. જ્યારે અમરેલીમાંથી એક હોટલમાંથી 3 સીલીન્ડર કબ્જે લેવાયા હતા. તંત્રએ સાવરકુંડલામાં નુતન લોજ, રૂપમ લોજ, ખોડિયાર પરોઠા હાઉસ, કનૈયા સ્વીટ- ફરસાણ, મંગલમ ટી સ્ટોલ, મંદીના લોજ અને સંતોષ પરોઠા હાઉસમાંથી એલપીજીના સીલીન્ડર કબ્જે લીધા હતા. દરમિયાન પુરવઠા તંત્ર દ્વારા ગેસ એજન્સીને જો ગ્રાહકોની લાઈનો લાગે તો તેમના માટે છાંયડો અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. બીજી તરફ જિલ્લામાં 9600 સીલીન્ડરના બુકીંગ સામે ગઈરાતના જ 6600 સીલીન્ડર ઉપલબ્ધ હતા અને આજે દિવસ દરમિયાન પણ સીલીન્ડરની ગાડીઓ સતત આવી હતી. જિલ્લાભરમાં હોટલ સહિતની સંસ્થાઓને‎પીએનજી ગેસ અપનાવવા તંત્રનો અનુરોધ‎ અમરેલી જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઘરેલુ LPGનો જથ્થો જળવાઈ રહે અને જાહેર જનતાને કોઈ અગવડતા ન પડે તે ધ્યાનમાં રાખીને જિલ્લામાં અમરેલી, સાવરકુંડલા, લાઠી, દામનગર, રાજુલા અને લીલીયામાં આવેલી વિવિધ હોટલ્સ અને રેસ્ટોરન્ટ, શૈક્ષણિક સંસ્થાઓ, છાત્રાલયો, વૃદ્ધાશ્રમો, અનાથાલય અને અન્ય સંસ્થાઓને આગામી સમયમાં PNGના કનેક્શન લેવા માટે તંત્રએ અપીલ કરી છે. PNGના નવા કનેક્શન મેળવા માટે અમરેલી ખાતે સિવિલ હોસ્પિટલ રોડ ઉપર ગુજરાત ગેસ લિ.ની કચેરી, સાવરકુંડલા ખાતે 16- ભાવના સોસાયટી, કબીર ટેકરી આશ્રમની બાજુમાં, રાજુલા ખાતે શિક્ષક સોસાયટી, છતડીયા રોડે પર ગુજરાત ગેસ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. હવે સંગ્રહખોરો સામે‎પોલીસ પણ પગલાં લેશે‎ એલપીજીનો ગેર ઉપયોગ અટકાવવા માટે હવે પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. રાંધણ ગેસના સીલીન્ડરનો સંગ્રહ કરનારાઓ સામે હવે પોલીસ કાળા બજાર નિયંત્રણ ધારા હેઠળ પણ કાર્યવાહી કરશે ઓનલાઈન બુકીંગ થતું ન હોય લોકો એજન્સી પર દોડી જાય છે ગ્રાહકોને સૌથી વધુ સમસ્યા ઓનલાઈન બુકીંગમાં આવી રહી છે. ઓનલાઈન બુકીંગ ન થતું હોય અનેક ગ્રાહકો ગેસ એજન્સી પર દોડી જાય છે અને તેના કારણે પણ ભીડ વધુ દેખાય છે. સાવરકુંડલામાં બીજા દિવસે‎પણ એજન્સી પર લાઈન સાવરકુંડલામાં ગઈકાલે ગેસ એજન્સી પર‎ગ્રાહકોએ ધસારો કર્યો હતો. આજે બીજા દિવસે‎પણ અહીં ગ્રાહકોની કતાર જોવા મળી હતી. જો કે‎તમામને સીલીન્ડર મળી રહ્યા હોય ગ્રાહકોમાં‎સીલીન્ડર નહી મળવાનો ભય ઓછો થયો હતો.‎‎
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:બગસરામાં રામકથાના આઠમાં દિવસે મેઘાણી સાહિત્યને રામચરિતમાનસ સાથે જોડતા બાપુ
    Next Article
    નોકરી અપાવવાનો ખોટો વાયદો આપી છેતરપિંડી:સરંભડાના આધેડને 4 સંતાનોને સરકારી નોકરી આપવાનું કહી સાવરકુંડલાના ગઠિયાએ રૂપિયા 12.30 લાખ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment