Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:બગસરામાં રામકથાના આઠમાં દિવસે મેઘાણી સાહિત્યને રામચરિતમાનસ સાથે જોડતા બાપુ

    21 hours ago

    બગસરામાં ચાલી રહેલી માનસ મેઘાણી રામકથાના આઠમા દિવસે મોરારિબાપુએ બગસરાની અસ્મિતાભરી ભૂમિને વંદન કરીને કથાનો પ્રારંભ કર્યો હતો. બાપુએ કહ્યું, કવિની ચેતના રીસીવર બને છે ત્યારે ઉપનિષદો દોડતા આવે છે અને એટલે માનસ મેઘાણી ગાવા પડે છે. બાપુએ વ્યાસપીઠ પરથી જણાવ્યું કે, રામચરિત માનસના પ્રારંભમાં કવિના ગુણગાન કરવામાં આવ્યા છે અને તેથી જ હું મેઘાણીને વંદન કરવા આવ્યો છું. તેમણે માનસમાં દર્શાવાયેલા કુળોની ચર્ચા કરતાં રઘુકુળ, જનકકુળ, કવિકુળ, કપિકુળ, સાધુકુળ અને મનુકુળનો ઉલ્લેખ કર્યો હતો. અને મેઘાણીના સાહિત્યમાં પણ આવા કુળોના સંસ્કારો દેખાય છે. બાપુએ ટકોર કરી હતી કે, જો કવિ ન હોત તો સમાજની આંખો ફૂટી જાત. રામાયણ અને ભાગવત જેવા મહાન ગ્રંથો પણ આપણને કવિઓ દ્વારા જ મળ્યા છે, જેનું જીવન સામું, સારું, સાદું, સાચું અને સાબુ જેવું શુદ્ધ હોય તે સાચો સાધુ છે. સાધુ બળવંત કે ધનવંત ન હોય તો ચાલે, પરંતુ તે શીલવંત હોવો જરૂરી છે, ત્યારે જ સમાજ તેને નમન કરે છે. મેઘાણીના સાહિત્યમાં દર્શાવાયેલા રખાવટ, સખાવટ, પતાવટ અને ખિલાવટ જેવા ગુણોની ચર્ચા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    તસ્કરી:નર્મદામાં ગરમી વધતાં તસ્કરો પાંચ એર કંડિશન ચોરી ફરાર
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:જિલ્લામાં 46 હોટલ અને રેસ્ટોરન્ટમાં પુરવઠાની તપાસ: રાંધણ ગેસના 15 સિલિન્ડર ઝડપી લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment