Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તસ્કરી:નર્મદામાં ગરમી વધતાં તસ્કરો પાંચ એર કંડિશન ચોરી ફરાર

    20 hours ago

    નર્મદા જિલ્લામાં તાપમાનનો પારો વધી રહયો હોવાથી લોકો ગરમીથી પરેશાન છે. વધી રહેલી ગરમી વચ્ચે એક ગોડાઉનમાંથી પાંચ એર કંડિશનની ચોરીની ઘટના સામે આવી છે. દુકાન માલિકની ફરિયાદના આધારે એલસીબીએ તપાસ કરતાં દુકાનમાં કામ કરતાં બે કર્મચારીઓની જ સંડોવણી બહાર આવી હતી. તેમની પાસેથી ચોરીના એસી ખરીદનારાઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. વડિયા ગામની રોયલ સન સિટીમાં રહેતા અને શહેરમાં નર્મદા ટેલિકોમ નામની ઇલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવતા નીરજ પટેલે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના ગોડાઉનમાં 10મી તારીખે સ્ટોકની તપાસ કરવામાં આવી હતી જેમાં પાંચ એસી ગાયબ જણાયા હતાં. એલસીબીએ ચોરીની તપાસ શરૂ કરી કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં રાજેન્દ્રનગર સોસાયટીના મિહીરસિહ કઠવાડીયા અને શિવશક્તિનગર સોસાયટીના હર્ષકુમાર પરમારની સંડોવણી બહાર આવી હતી. તેઓની કબૂલાતના આધારે ભરૂચથી 3 અને રાજપીપળાથી 2 એસીની રીકવરી કરવામાં આવી છે. દર વર્ષે ગરમીમાં વધારો થઇ રહ્યો હોવાથી લોકો હવે એરકંડીશનની ખરીદી કરી રહ્યા છે. ત્યારે તસ્કરોએ પણ નવો કિમીયો અજમાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    તંત્ર નિંદ્રાધીન:વલસાડના સહયોગ નગરમાં રોડ ખોદી 1 માસથી છોડી દેવાયો
    Next Article
    ભાસ્કર વિશેષ:બગસરામાં રામકથાના આઠમાં દિવસે મેઘાણી સાહિત્યને રામચરિતમાનસ સાથે જોડતા બાપુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment