Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોશિયલ મીડિયા પોસ્ટથી સ્થાનિક રાજકારણ ગરમાયું:ભાજપના નગરસેવિકાના પતિએ લખ્યું, કોઈના ઘરે જાઓ તો પૂછજો કે, ગેસનો બાટલો છે ?

    17 hours ago

    જૂનાગઢ મનપાના પૂર્વ સિનિયર કોર્પોરેટર અને ભાજપના નેતા હસમુખ ખેરાડાની એક સોશિયલ મીડિયા પોસ્ટથી અત્યારે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. કારણ કે, યુદ્ધની સ્થિતિ વચ્ચે જ્યારે ગેસના બાટલાની અછતનો ડર ફેલાયો છે અને સરકાર પોતે આવી કોઈ શોર્ટેજ ન હોવાનો દાવો કરી રહી છે ત્યારે જૂનાગઢમાં ભાજપના પૂર્વ નગર સેવક અને વર્તમાન નગરસેવિકાના પતિ હસમુખ ખેરાડાએ સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ મૂકી છે કે, જો કોઈના ઘરે મહેમાન બનીને જાઓ, તો પહેલા એમને પૂછજો કે ગેસનો બાટલો છે ? આ વાત પાછળનો કટાક્ષ સ્પષ્ટ છે કે, જે રીતે મોંઘવારી અને અછતનું ''પેનિક'' સર્જાયું છે, તેમાં હવે મહેમાન આવતા હોય તો યજમાનને આનંદને બદલે ગેસ ખલાસ થઈ જવાની ચિંતા પહેલા થાય છે. એક તરફ ભાજપ સરકારના મંત્રીઓ અને મુખ્યમંત્રી ગાઈ-વગાડીને કહી રહ્યા છે કે ગુજરાતમાં કોઈ પણ ચીજવસ્તુની અછત નથી અને બધું જ નિયંત્રણમાં છે, ત્યારે ભાજપના જ બે ટર્મ કોર્પોરેટર રહી ચૂકેલા નેતાની આ પોસ્ટ સરકારના દાવાઓની હવા કાઢી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જવાહર રોડની હાલત બગડી, 15 દી'થી ખોદીને મુકી દીધો, મંદિરના ભક્તો, છાત્રો અને સ્થાનિકો પરેશાન
    Next Article
    દેશી દારૂ ઝડપાયો:મકાનમાંથી 96 હજારનો દેશી દારૂ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment