Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિક બનાવવા વર્કશોપ યોજાઈ:પેટન્ટથી લઈને જીઆઇ ટેગ સુધી: લો કોલેજમાં છાત્રોને માર્ગદર્શન અપાયું

    1 day ago

    જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ દ્વારા શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી અને KCG ના ઇનોવેશન ક્લબ અંતર્ગત સારથી એક્ટિવિટીના ચોથા તબક્કા હેઠળ બૌદ્ધિક સંપદાના અધિકારોમાં ઉદ્યોગ સાહસિકતા વિષય પર એક દિવસીય કાર્યશાળા યોજાઈ હતી. કાર્યક્રમના પ્રથમ સત્રમાં પ્રિન્સિપાલ ડો. પરવેઝ બ્લોચે પ્રાસંગિક પ્રવચન આપતા પેટન્ટ, ટ્રેડમાર્ક અને ડિઝાઈન સંબંધિત કાયદાકીય પ્રક્રિયાઓની સમજ આપી હતી. વક્તા તરીકે ઉપસ્થિત નરસિંહ મેહતા યુનિવર્સિટીના SSIP સેલના ડાયરેક્ટર ડો. મૃણાલ અંબાસણાએ વિદ્યાર્થીઓને કોપીરાઈટ અને જિયોગ્રાફિકલ ટેગ (GI Tag) વિશે માહિતગાર કર્યા હતા. તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું તે અંગે જીવંત ઉદાહરણો આપી પ્રોત્સાહિત કર્યા હતા. અંતિમ સત્રમાં ડો. સંજય ધાનાણીએ કાયદાના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ શરૂ કરવા માટેની પૂર્વતૈયારીઓ અને તેમાં આવતા પડકારો વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ વર્કશોપને સફળ બનાવવા માટે ડો. કલ્પનાબેન રાઠોડ અને કોલેજ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ આયોજનથી કાયદાના વિદ્યાર્થીઓમાં ઇનોવેશન અને સ્વ-રોજગાર પ્રત્યે નવી દ્રષ્ટિ કેળવાઈ છે.
    Click here to Read More
    Previous Article
    પરિવારમાં શોક:જોગવડમાં પત્ની રીસામણે ચાલી જતાં પતિનો આપઘાત
    Next Article
    શ્રમિકોને ઘરઆંગણે વિનામૂલ્યે મળશે‎ સારવાર:જિલ્લાના શ્રમિકો માટે વધુ 4 ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment