Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિવારમાં શોક:જોગવડમાં પત્ની રીસામણે ચાલી જતાં પતિનો આપઘાત

    1 day ago

    જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર જોગવડ ગામમાં પત્ની બાળકો સાથે રીસામણે ચાલી જતાં પતિને મનમાં લાગી આવતા ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. લાલપુર તાલુકાના જોગવડ ગામમાં શિવપરા વિસ્તારમાં વસવાટ કરતા અશોકભાઈ આલાભાઈ પરમાર (ઉ.વ.38) નામના યુવાને ગુરૂવારે સાંજે પોતાના રહેણાંકમાં આવેલી ઓરડીમાં લોખંડના પાઈપમાં દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આ બાબતની ગુરૂવારે સાંજે તેમના નાનાભાઈ અરવિંદભાઈ આલાભાઈને જાણ થતાં તેઓએ અશોકભાઈને નીચે ઉતારી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. મેઘપર પોલીસને વાકેફ કરવામાં આવતા દોડી ગયેલા જમાદાર આર.એન. થાનકીએ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે ખસેડ્યો છે. મૃતકના નાનાભાઈ અરવિંદભાઈનું નિવેદન નોંધવામાં આવ્યું છે જેમાં તેઓએ જણાવ્યા મુજબ અશોકભાઈ અને તેમના પત્ની ગંગાબેન વચ્ચે થોડા દિવસ પહેલા કોઈ બાબતે ઝઘડો થયો હતો. તે પછી રીસાઈ ગયેલા ગંગાબેન બાળકો સાથે પોતાના ફઈના ઘેર રહેવા ચાલ્યા ગયા હતા. આ બાબતનું માઠું લાગી આવતા અશોકભાઈએ ગુરૂવારે બપોરથી સાંજ સુધીમાં આ પગલું ભરી લીધુ હોવાનું જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:શહેરમાં મિલકતવેરો ન ભરનાર 48 સોસાયટીમાં પાણી પુરવઠો બંધ કરાશે
    Next Article
    વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિક બનાવવા વર્કશોપ યોજાઈ:પેટન્ટથી લઈને જીઆઇ ટેગ સુધી: લો કોલેજમાં છાત્રોને માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment