Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોજગારી ન મળતા ગ્રામજનોમાં રોષ:મજાદર ગામને સ્થાનિક કંપની દત્તક ન લેતા રોષ, જમીન અમારી, લાભ અન્ય ગામોને ?

    1 day ago

    રાજુલા તાલુકાના મજાદર ગામના ગ્રામજનો દ્વારા વિક્ટર વિસ્તારમાં કાર્યરત GACL કંપની સામે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. ગામના અગ્રણીઓએ રજૂઆત કરી છે કે વર્ષો પહેલા કંપનીએ મજાદર ગામની “ખારા” તરીકે ઓળખાતી ઘણી જમીન લઈ લીધી હતી, પરંતુ આજદિન સુધી ગામના વિકાસ માટે કોઈ પ્રાથમિક સુવિધા કે રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. ગામ લોકોના જણાવ્યા મુજબ GACL દ્વારા અન્ય ગામોને દત્તક લઈ CSR ફંડ હેઠળ વૃક્ષારોપણ, આરોગ્ય સુવિધા, તાલીમ અને રોજગારી જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, પરંતુ મજાદર ગામને સતત અવગણવામાં આવી રહ્યું છે. રાજુલા તાલુકાના સૌથી પછાત ગામોમાં ગણાતા મજાદર ગામમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓ અધૂરી છે. ગામમાં એસટી બસ સેવા કાગળ ઉપર જ ચાલે છે, રસ્તાની સાઇડમાં જંગલ કટીંગ ન થવાને કારણે લોકો સતત અકસ્માતની ભીતિ અનુભવે છે. ચોમાસામાં ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ વર્ષો જુની છે. પશુધનની સંખ્યા મુજબ ગૌચર જમીન પણ ઓછી હોવાનું ગ્રામજનો જણાવે છે. ગામના સરપંચ સામંતભાઈ અરડુ, આલાભાઈ, સુરેશભાઈ મારુ તથા બાબુભાઈ ગઢવીએ GACL ના મેનેજર રાવ તેમજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને પત્ર લખી રજૂઆત કરી છે. રજૂઆતમાં તેઓએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, કંપનીએ લાખો રૂપિયાની જમીન તે સમયમાં ઓછી કિંમતે લીધી હતી, છતાં આજ સુધી ગામના કોઈ યુવાનને નોકરી આપવામાં આવી નથી કે ગામને કોઈ વિકાસ લક્ષી કામો નથી આપ્યા, મજાદર ગામ ખૂબ પછાત છે અને અનેક વખત રજૂઆત છતાં અધિકારીઓ ધ્યાન આપતા નથી. માનવતા ખાતર અન્ય ગામોની જેમ મજાદર ગામને પણ દત્તક લઈ પ્રા. સુવિધાઓ અને રોજગારી ઉપલબ્ધ કરાવવાની ગામના લોકોએ માંગણી કરી છે.
    Click here to Read More
    Previous Article
    સાવરકુંડલા તાલુકાના મેવાસાનો બનાવ‎:દીકરીના વિયોગમાં યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો
    Next Article
    સામૂહિક દુષ્કર્મની શર્મજનક ઘટના:એક શખ્સ પરિણીતાને બાઇક પર લઈ ગયો, 6 શખ્સોએ પીંખી નાંખી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment