Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવરકુંડલા તાલુકાના મેવાસાનો બનાવ‎:દીકરીના વિયોગમાં યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

    1 day ago

    સાવરકુંડલા તાલુકાના મેવાસા ગામે ઘરેલુ પરિસ્થિતિને લઈને એક યુવકે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની છે. મેવાસા ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા જીજ્ઞેશભાઇએ ગત 9 માર્ચે સાંજે આશરે 5:00 કલાકે ઝેરી દવા પી લીધી હતી. ગીગાભાઇ માણસુરભાઇ બગડાએ જણાવ્યું હતું કે તેમનો દિકરો જીજ્ઞેશ ઘરે ઉલ્ટી અને ઉબકા કરી રહ્યો હતો. પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેની પત્ની ઘર છોડીને દીકરીને પણ સાથે લઈ જતી રહી હોવાથી મનમા દુઃખ અને કંટાળાના કારણે ઝેરી દવા પી લીધી હતી. ઘટના બાદ પરિવારજનોએ તરત જ જીજ્ઞેશભાઇને સારવાર માટે પહેલા સાવરકુંડલા સરકારી દવાખાને ખસેડ્યા હતા. ત્યાંથી વધુ સારવારની જરૂરિયાત જણાતા તેમને અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈ કાલે તેમના પિતા ગીગાભાઇ બગડાએ જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શિક્ષણની ગુણવત્તા અને શાળાની સુવિધાઓનું નિરીક્ષણ:કેરિયાનાગસ પ્રા. શાળામાં કલેક્ટરે સરપ્રાઈઝ વિઝિટ કરી વર્ગ ખંડ અને ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું
    Next Article
    રોજગારી ન મળતા ગ્રામજનોમાં રોષ:મજાદર ગામને સ્થાનિક કંપની દત્તક ન લેતા રોષ, જમીન અમારી, લાભ અન્ય ગામોને ?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment