Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષણની ગુણવત્તા અને શાળાની સુવિધાઓનું નિરીક્ષણ:કેરિયાનાગસ પ્રા. શાળામાં કલેક્ટરે સરપ્રાઈઝ વિઝિટ કરી વર્ગ ખંડ અને ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું

    1 day ago

    અમરેલી જિલ્લામાં શિક્ષણનું સ્તર વધુ મજબૂત બને અને શાળાઓની વાસ્તવિક સ્થિતિ જાણી શકાય તે હેતુસર જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ દ્વારા આજે કેરિયા નાગસની પ્રાથમિક શાળાની અચાનક મુલાકાત લેવામાં આવી હતી. અમરેલીના કારિયા નાગસ ગામની પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન કલેક્ટરે શાળાના વર્ગખંડો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, મધ્યાહન ભોજનની વ્યવસ્થા તેમજ શાળાના ભૌતિક સાધનોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી તેમના અભ્યાસ વિશે પૂછપરછ કરી હતી અને બાળકોને મહેનતપૂર્વક ભણવા માટે પ્રેરિત કર્યા હતા. શાળાના આચાર્ય રસિકભાઈ મહેતા તથા શિક્ષકમંડળ સાથેની ચર્ચામાં કલેક્ટરે નવી શિક્ષણ નીતિના અસરકારક અમલ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે પણ સમજાવ્યું હતું. તેમજ શાળાના આચાર્ય રસિકભાઈએ જિલ્લા કલેક્ટરની આ મુલાકાતને ગૌરવની ક્ષણ ગણાવી હતી, શાળાને એક આદર્શ વિદ્યાધામ બનાવવા તેઓએ ઉત્સાહ પણ દર્શાવ્યો હતો. અમરેલી પ્રાંત અધિકારી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ રાજુભાઈ મેવાડા, રાજુભાઈ ઠાકોર, તલાટી તેમજ ગામ પંચાયત અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગંભીર અકસ્માત સર્જાયો:ધારીના જસાપરા પાટીયા નજીક બાઈક સ્લીપ થતા બે મહિલા અને બાળકને ઈજા
    Next Article
    સાવરકુંડલા તાલુકાના મેવાસાનો બનાવ‎:દીકરીના વિયોગમાં યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment