Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:મોટાભાગના ચા અને નાસ્તાની લારીઓ વાળા ઘરેલું સિલિન્ડર વાપરવા મજબૂર

    12 hours ago

    ઇરાન ઇઝરાયેલ અમેરિકા યુદ્ધના કારણે ભારત સહિત ગુજરાતમાં એલપીજીની અછત વર્તાઇ રહી છે. ગેસ સિલિન્ડરના પુરવઠામાં સર્જાયેલી અછતને કારણે નાના વેપારીઓ અને સામાન્ય જનતાની હાલત કફોડી બની છે. કોમર્શિયલ સિલિન્ડરના અભાવે નાના ધંધાર્થીઓ હવે મજબૂરીવશ ઘરેલું ગેસનો વપરાશ કરવા પ્રેરાયા છે. અગાઉ જે વેપારીઓ આખો દિવસ ગેસ ચાલુ રાખતા હતા. તેઓ હવે ચા બનાવીને સીધી ગરમ કિટલી (થર્મોસ)માં ભરી લે છે. ગેસની એવી તંગી છે કે થર્મોસમાં ચા પૂરી થઇ ગયા બાદ જો કોઈ એક જ ગ્રાહક ચા પીવા આવે તો વેપારી ચા બનાવવાની ના પાડી દે છે. અશ્વિનભાઈ ભીલનું કહેવું છે કે જ્યાં સુધી ઘરેલું ગેસની વ્યવસ્થા છે ત્યાં સુધી ધંધો ચાલશે. બોટલ બુક કરાવવા 2 થી 3 કલાક પ્રયત્ન કરવો પડે છે એક જ સિલિન્ડરથી ધંધો‎પણ ચલાવું છું અને ઘર પણ‎ દિલીપભાઈ નામના વેપારીએ‎જણાવ્યું કે તેઓ ઘરનો ગેસનો‎બાટલો વાપરે છે તેથી લારી‎વહેલી બંધ કરવી પડે છે. કારણ કે‎આ જ સિલિન્ડર ઘરે લઈ જઈને‎રાતનું જમવાનું બનાવવાનું હોય‎છે. આ ઉપરાંત બપોરનું જમવાનું‎પણ વહેલી સવારે બનાવી લેવું‎પડે છે. જેથી સવારે ધંધાના સમયે‎લારી ખોલી શકાય.‎
    Click here to Read More
    Previous Article
    વેધર રિપોર્ટ:ઉ.ગુ.માં ગરમીનો પારો સવા ડિગ્રી ઘટ્યો
    Next Article
    હિંમતનગરમાં જાગો ગ્રાહક જાગો ઉપર સેમિનાર:ખરીદી કરતી વખતે બિલ લેવું માલની ગુણવત્તા પણ ચકાસવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment