Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેધર રિપોર્ટ:ઉ.ગુ.માં ગરમીનો પારો સવા ડિગ્રી ઘટ્યો

    11 hours ago

    ઉત્તર ગુજરાતમાં અરબ સાગર તરફથી આવતાં પવનના કારણે શનિવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની સંભાવના પણ દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં શનિવારે પશ્ચિમ દિશાથી સરેરાશ 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. અરબ સાગર તરફથી આવતાં પવનના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 20 થી 50 ટકાની વચ્ચે નોંધાયું હતું. ભેજ વધતાં દિવસ અને રાતના તાપમાનમાં અસામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો. લઘુત્તમ તાપમાનમાં લગભગ એક ડિગ્રીનો વધારો નોંધાતા ઠંડીનો પારો 21 થી 21.5 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો, જેના કારણે ઠંડીનું જોર સામાન્ય ઘટ્યું હતું. બીજી તરફ ભેજના કારણે મહત્તમ તાપમાનમાં આશરે સવા ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. ઉત્તર ગુજરાતના મુખ્ય પાંચ શહેરોમાં મહત્તમ તાપમાન 37.5 થી 37.8 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. 38 ડિગ્રીથી નીચે તાપમાન રહેતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. આ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    લોક અદાલત:સાબરકાંઠા લોક અદાલતમાં 11263 કેસોનો નિકાલ કરાયો
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:મોટાભાગના ચા અને નાસ્તાની લારીઓ વાળા ઘરેલું સિલિન્ડર વાપરવા મજબૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment