Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેઘરજના ભાજપ નેતા મહેશ ઉપાધ્યાયનું નિધન:મોડાસાના શીણાવાડ પાસે માર્ગ અકસ્માતમાં મોત થયું

    12 hours ago

    મોડાસાના શીણાવાડ GIDC પાસે માર્ગ અકસ્માતમાં મેઘરજના ભાજપ અગ્રણી મહેશ ઉપાધ્યાયનું નિધન થયું છે. તેઓ જિલ્લા યુવા ભાજપ મંત્રી અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય હતા. પ્રાથમિક માહિતી અનુસાર, મહેશ ઉપાધ્યાય પોતાના કામકાજ અર્થે એક્ટિવા પર મોડાસા ગયા હતા. શીણાવાડ GIDC નજીક તેમનું એક્ટિવા અચાનક ઝાડ સાથે અથડાયું હતું. આ ઘટનામાં તેમને કપાળમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને સ્થળ પર જ ઢળી પડ્યા હતા. અકસ્માતની જાણ થતાં આસપાસના વાહનચાલકો અને રાહદારીઓ ઘટનાસ્થળે એકઠા થયા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જોકે, ફરજ પરના તબીબે મહેશ ઉપાધ્યાયને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો સહિત મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોડાસા ખસેડ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, ગરમીના કારણે ચાલુ એક્ટિવા પર ચક્કર આવી જતાં આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    સોના - ચાંદીના દાગીના ગાળવાની ભઠ્ઠીમાં આગ:રાજકોટના પેલેસ રોડ પરના કોમ્પલેક્ષના ત્રીજા માળે આગથી ભય, યુવાન દાઝી જતા હોસ્પિટલમાં દાખલ
    Next Article
    2026ની પ્રથમ લોક-અદાલત, 5.77 લાખ સમાધાન પાત્ર કેસોના નિકાલનો દાવો:ટ્રાફિક ઇ ચલણના 6.48 લાખ કેસોમાં 50.48 કરોડનો દંડ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment