Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2026ની પ્રથમ લોક-અદાલત, 5.77 લાખ સમાધાન પાત્ર કેસોના નિકાલનો દાવો:ટ્રાફિક ઇ ચલણના 6.48 લાખ કેસોમાં 50.48 કરોડનો દંડ મળ્યો

    11 hours ago

    વર્ષ 2026ના વર્ષની પહેલી રાષ્ટ્રીય લોક અદાલતનું સમગ્ર રાજ્યમાં આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ લોક અદાલતમાં, પેન્ડિંગ મોટર અકસ્માતના વળતરને લગતા, દિવાની દાવાઓ, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ચેક પરતને લગતી ફોજદારી તકરારો, માત્ર દંડની શિક્ષાપાત્ર કેસો, દાંપત્ય જીવનને લગતી તકરરો તથા ઔધ્યોગિક તકરરો વિગેરે સ્વરૂપના આશરે 6.67 લાખ જેટલા કેસો સમાધાન માટે મૂકવામાં આવેલ. જે પૈકી 5.77 લાખ જેટલા કેસોનો નિવેડો આવેલ અને આશરે રૂપિયા 3063 કરોડના એવોર્ડ દોરવામાં આવ્યા હતાં. કુલ 13.98 લાખ પૂર્વ અને પોસ્ટ-લિટિગેશન કેસોનો નિકાલ કરવામાં આવ્યો અને 3209 કરોડના એવોર્ડ પસાર કરવામાં આવ્યા હતા. ઇ-ચલણના કુલ 6.48 લાખ કેસો પૂરા આ ઉપરાંત રાજ્યના કુલ 8.21 લાખ પ્રિ-લિટીગેશન કેસોમાં પણ લોક અદાલત થકી સમાધાન થયેલ છે અને રૂપિયા 116.78 કરોડના એવોર્ડ દોરવામાં આવેલ છે. ઇ-ચલણના કુલ 6.48 લાખ કેસો પૂરા થયા હતાં જેનાથી રૂપિયા 50.48 કરોડ વસૂલી શકાયેલ. રાજ્યભરની અદાલતોમાં પેન્ડિંગ દાંપત્ય જીવનને લગતી 3581 તકરારોનો પણ લોક અદાલતથી અંત આવેલ છે. 10 વર્ષ જૂના 764 કેસોનો સુખદ નિવેડો ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના કારોબારી અધ્યક્ષના અથાગ પ્રયાસના ભાગરૂપ રાજ્યભરની તમામ અદાલતોમાં યોજાયેલ મધ્યસ્થી એટલે કે કંસીલીએશનની વ્યવસ્થાના લાભના કારણે 10 વર્ષ જૂના 764 કેસોનો સુખદ નિવેડો આવેલ છે. ટારગેટેડ કુલ 6655 કેસો લોક અદાલતમાં ફેસલ કરવામાં આવેલા છે.
    Click here to Read More
    Previous Article
    મેઘરજના ભાજપ નેતા મહેશ ઉપાધ્યાયનું નિધન:મોડાસાના શીણાવાડ પાસે માર્ગ અકસ્માતમાં મોત થયું
    Next Article
    Charotar Region News | સોનેરી પાન પકવતા ખેડૂતોની હાલત કફોડી | Tobacco | Farming | Farmers | Kheda

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment