Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોના - ચાંદીના દાગીના ગાળવાની ભઠ્ઠીમાં આગ:રાજકોટના પેલેસ રોડ પરના કોમ્પલેક્ષના ત્રીજા માળે આગથી ભય, યુવાન દાઝી જતા હોસ્પિટલમાં દાખલ

    11 hours ago

    રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલા સિટી સેન્ટર કોમ્પ્લેક્સના ત્રીજા માળે સોના- ચાંદીના દાગીના બનાવનારા વેપારીને ત્યાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગના કારણે એક વ્યક્તિના હાથ દાઝી ગયા હતા. જેથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. અહીં સોનુ ગાળવા માટેની ભઠ્ઠી હતી અને તેના માટે ગેસના સિલિન્ડરનો ઉપયોગ થતો હતો. જેમાં લીકેજના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. જોકે પોલીસે FSL ની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ બી. વી. બોરીસાગરે જણાવ્યું હતું કે, તા.14 માર્ચના સાંજના 7.30 વાગ્યાના અરસામાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સના ત્રીજા માળે રવજીભાઈ ધાણક નામના વેપારીની પેઢીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનામાં વત્સલ ધાણક નામના વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલાની જાણ કનક રોડ ફાયર બ્રિગેડ સ્ટેશનને થતા તાત્કાલિક અસરથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ ખાતે દોડી આવ્યો હતો તેમજ તાત્કાલિક અસરથી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ ખાતે દોડી ગયો હતો. પેઢી ખાતે સોના ચાંદીના દાગીના બનાવવાનું કામકાજ થતું હતું. સોનુ ગાળવા માટે ભઠ્ઠી પણ કાર્યરત હતી ત્યારે કોઈ કારણોસર ગેસના બાટલામાં લીકેજના કારણે આગની ઘટના બની હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે. પોલીસ દ્વારા એફએસએલની મદદ લઈ આગ લાગવા પાછળનું સાચું કારણ શું છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર લોક અદાલતમાં 21 હજારથી વધૂ કેસોનો નિકાલ:અકસ્માત વળતરમાં એક જ પરિવારને 1.20 કરોડ ચૂકવાયા, સંવેદનશીલ કેસોમાં પણ પક્ષકારોએ કડવાશ ભૂલીને સંમતિ સાધી
    Next Article
    મેઘરજના ભાજપ નેતા મહેશ ઉપાધ્યાયનું નિધન:મોડાસાના શીણાવાડ પાસે માર્ગ અકસ્માતમાં મોત થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment