Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર લોક અદાલતમાં 21 હજારથી વધૂ કેસોનો નિકાલ:અકસ્માત વળતરમાં એક જ પરિવારને 1.20 કરોડ ચૂકવાયા, સંવેદનશીલ કેસોમાં પણ પક્ષકારોએ કડવાશ ભૂલીને સંમતિ સાધી

    9 hours ago

    રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લામાં આયોજિત 'નેશનલ લોક અદાલત' ન્યાયિક ઇતિહાસમાં એક મહત્વની સાબિત થઈ છે. પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ આશિષ જે. એસ. મલ્હોત્રાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ અદાલતમાં પરસ્પર સમજાવટ અને મધ્યસ્થી દ્વારા એક જ દિવસમાં વિક્રમજનક 21,801 કેસોનો સુખદ અંત લાવવામાં આવ્યો છે. એક જ વર્ષના ટૂંકા ગાળામાં ન્યાય મળ્યો આ લોક અદાલતની સૌથી મોટી સફળતા મોટર અકસ્માત વળતરના કિસ્સાઓમાં જોવા મળી હતી. ઉવારસદ પાસે આઈશર ટ્રકની અડફેટે જીવ ગુમાવનાર સેલ્સ મેનેજરના પરિવારને વર્ષ 2025માં નોંધાયેલા કેસમાં માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં ન્યાય અપાયો છે. 1.20 કરોડનો ચેક અર્પણ કરાયો જેમાં ટાટા એઆઈજી જનરલ ઇન્શયુરન્સ કંપની દ્વારા આ કેસમાં વારસદારોને એક કરોડ વીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. વકીલ એમ.જે. પરીખ અને એચ.બી. શાહના સક્રિય પ્રયાસોથી આટલી મોટી રકમનું સમાધાન શક્ય બન્યું હતું, જે ઝડપી ન્યાયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સ્પેશિયલ સીટિંગ દ્વારા 3,585 ફોજદારી કેસોનો નિકાલ સમગ્ર જિલ્લામાં વિવિધ શ્રેણીના કેસોમાં સમાધાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં લોક અદાલત પૂર્વેના 17,355 કેસો અને સ્પેશિયલ સીટિંગ દ્વારા 3,585 ફોજદારી કેસોનો નિકાલ કરાયો હતો. જ્યારે અકસ્માત વળતરના કુલ 275 કેસોમાં પક્ષકારો વચ્ચે કુલ રૂ. 6,05,47,000 ના વળતરની સમજૂતી થઈ હતી. સંવેદનશીલ કેસોમાં પણ પક્ષકારોએ કડવાશ ભૂલીને સંમતિ સાધી આ ઉપરાંત ચેક રિટર્ન, લગ્ન વિષયક વિવાદો અને જમીન સંપાદન જેવા સંવેદનશીલ કેસોમાં પણ પક્ષકારોએ કડવાશ ભૂલીને સંમતિ સાધી હતી. આમ ગાંધીનગર જિલ્લાના તમામ બાર એસોસીએશન, જ્યુડિશિયલ ઓફિસરો અને મીડિએટરોની અથાગ મહેનતને પરિણામે અદાલતી કાર્યવાહીમાં પક્ષકારોના સમય અને નાણાંની મોટી બચત થઈ છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા સ્મશાનગૃહને ચાર મિત્રોએ ત્રણ નવી સગડીઓ અર્પણ કરી:તબીબ સહિતે સ્વખર્ચે સુવિધાઓ પૂરી પાડી
    Next Article
    સોના - ચાંદીના દાગીના ગાળવાની ભઠ્ઠીમાં આગ:રાજકોટના પેલેસ રોડ પરના કોમ્પલેક્ષના ત્રીજા માળે આગથી ભય, યુવાન દાઝી જતા હોસ્પિટલમાં દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment