Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યાયિક પ્રક્રિયામાં ક્રાંતિકારી ફેરફાર લાવવા રાજ્ય કક્ષાનો કાયદાકીય સેમિનાર:પોલીસ, પ્રોસીક્યુશન તેમજ સરકારી તબીબોને કાયદાકીય સમજ અપાશે, આ પ્રકારની ટ્રેનિંગ માત્ર ગુજરાતમાં

    9 hours ago

    ગુજરાત રાજ્યમાં ફોજદારી ન્યાય પ્રણાલીને વધુ સચોટ, પારદર્શક અને પરિણામલક્ષી બનાવવાના હેતુથી ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશનના નેજા હેઠળ સુરત ખાતે આવતીકાલે 15 માર્ચ, 2026ના રોજ એક મહત્વપૂર્ણ કાયદાકીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી યોજાનારા આ સેમિનારમાં સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ અને તબીબી નિષ્ણાતો એક મંચ પર એકઠા થઈને ક્રાઈમ ટુ કન્વિક્શનની પ્રક્રિયાને મજબૂત કરવા મંથન કરશે. તપાસની પદ્ધતિમાં વૈજ્ઞાનિક અભિગમોનો ઉપયોગ કરાશે આ કોન્ફરન્સનો મુખ્ય એજન્ડા પોલીસ તપાસમાં ટેકનોલોજી અને વિજ્ઞાનનો મહત્તમ ઉપયોગ કરવાનો છે. અત્યાર સુધી પરંપરાગત પુરાવાઓના અભાવે અનેક રીઢા ગુનેગારો કાયદાની છટકબારીનો લાભ લઈને નિર્દોષ છૂટી જતા હતાં. આ સ્થિતિને બદલવા માટે આ સેમિનારમાં મેડિકલ રિપોર્ટ, ફોરેન્સિક સાયન્સ (FSL) ના અહેવાલો અને DNA ટેસ્ટિંગ જેવા અત્યંત મહત્વના વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. નિષ્ણાતો દ્વારા સરકારી વકીલોને ટ્રેનિંગ આપવામાં આવશે કે કઈ રીતે કોર્ટમાં વૈજ્ઞાનિક પુરાવાઓને મજબૂતીથી રજૂ કરવા, જેથી ન્યાયાધીશ સમક્ષ ગુનાની સાંકળ સ્પષ્ટ રીતે સાબિત કરી શકાય. ખાસ કરીને પોક્સો અને નાર્કોટિક્સ જેવા સંવેદનશીલ કેસોમાં જ્યાં પીડિત પક્ષને ન્યાય અપાવવો અનિવાર્ય હોય છે, ત્યાં વૈજ્ઞાનિક પુરાવાઓની ભૂમિકા નિર્ણાયક સાબિત થાય છે. 36 મહિનામાં પોક્સો કેસમાં 400થી વધુને સજા નયન સુખડવાલા મુખ્ય જિલ્લા સરકારી વકીલે જણાવ્યું હતું કે, છેલ્લા 36 મહિનામાં સુરત પોલીસે અને સરકારી વકીલોની ટીમે સાથે મળીને 400થી વધુ પોક્સોના આરોપીઓને સખત સજા કરાવવામાં સફળતા મેળવી છે. આ આંકડો રાજ્યમાં એક ઉદાહરણ સમાન છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે પોલીસ તપાસ અને પ્રોસીક્યુશન વચ્ચે પૂરતું સંકલન હોય, ત્યારે ગુનેગાર ગમે તેટલો પ્રભાવશાળી હોય તો પણ તે બચી શકતો નથી. નવા ફોજદારી કાયદા અને અમલીકરણ એ.આર. પટેલ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશને જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા જૂના અને બ્રિટિશકાળના કાયદાઓમાં ધરખમ ફેરફાર કરીને જે નવા ફોજદારી કાયદાઓ (ભારતીય ન્યાય સંહિતા વગેરે) અમલમાં મૂકવામાં આવ્યા છે, તેના પર આ સેમિનારમાં વિશેષ ભાર મૂકવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જૂના કાયદાઓમાં રહેલી ક્ષતિઓને સુધારીને નવી કલમો ઉમેરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને ઝડપી ન્યાય અપાવવાનો છે. ભારત સરકાર દ્વારા આ કાયદાઓના અમલીકરણનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી ન્યાયિક પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે. 'તપાસ અધિકારીઓ માટે આ એક સુવર્ણ તક છે' સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ સેમિનાર અંગે જણાવ્યું હતું કે, આવતીકાલના કાર્યક્રમમાં શહેરના તમામ મહત્વના ઇન્વેસ્ટિગેશન ઓફિસરો (IO) હાજર રહેશે. તપાસ અધિકારીઓ માટે આ એક સુવર્ણ તક છે. સમાજ માટે હાનિકારક એવા ડ્રગ્સ માફિયાઓ અને મહિલાઓ-બાળકો વિરુદ્ધ ગુના આચરનારા તત્વોને કાયદાના શિકંજામાં કઈ રીતે જકડવા, તેની શીખ આ મંથનમાંથી મળશે. અમે તપાસની ગુણવત્તા એવી રાખવા માંગીએ છીએ કે નિર્દોષ વ્યક્તિને ક્યારેય અન્યાય ન થાય અને ગુનેગાર ક્યારેય છૂટી ન શકે. ગુજરાતભરમાં 12 ઝોનમાં ટ્રેનિંગ અભિયાન આ પ્રકારની ટ્રેનિંગ માત્ર સુરત પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર રાજ્યના 12 ઝોનમાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના મોટાભાગના ઝોનમાં આ કાર્યક્રમો પૂર્ણ થયા છે અને આવતીકાલથી દક્ષિણ ગુજરાતના ચાર મહત્વના જિલ્લાઓ માટે આ મંથન શરૂ થશે. સમગ્ર ભારતમાં આ પ્રકારની વ્યવસ્થિત ટ્રેનિંગ માત્ર ગુજરાતમાં જ આપવામાં આવી રહી છે, જે મોડેલ અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. 'ફરિયાદથી લઇને કોર્ટમાં ચાર્જશીટ સુધી લોકોએ જાણવું જરૂરી' એ.આર. પટેલ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશને જણાવ્યું હતું કે, અમે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી તરફથી ફરિયાદ, તપાસ અને નિવારણ અંગેની એક જાગૃતિ પુસ્તિકા બનાવી છે. ફરિયાદ લખાય ત્યાંથી લઇને કોર્ટમાં ચાર્જશીટ થાય ત્યાં સુધી લોકોએ શું જાણવું જરૂરી છે એ અંગેની એક પુસ્તિકા તૈયાર કરી છે. આવતીકાલે અમે એનું વિમોચન કરશું અને આવી પુસ્તિકા અમે તૈયાર કરી, છપાવી અને પૂરા ગુજરાતમાં દરેકને વહેંચીશું કે ગરીબમાં ગરીબ માણસ સુધી એ પુસ્તિકા જાય એવો અમારો પ્રયત્ન રહેશે. તેને વધુમાં કહ્યું હતું કે, જેથી કરીને ફરિયાદ લખાય ત્યાંથી લઇને ધારો કે કોઈ પોલીસમાં ફરિયાદ લખાવવા કોઈ ફરિયાદી ગયો, પોલીસે ફરિયાદ નથી લીધી તો એને શું કરવું જોઈએ? એ લોકોને ખબર નથી હોતી. પોલીસે ફરિયાદ લીધી અને પછી તપાસ દરમિયાન પોલીસ શું કરે છે એ લગભગ કોઈને ખબર હોતી નથી, એટલે એ જાણવા માટે અમે આ પુસ્તિકા બનાવી છે. 'એક જાગૃતિ પુસ્તિકા બનાવી છે' તેને વધુમાં કહ્યું કે, પબ્લિક પ્રોસિક્યુટર કેટલા પ્રકારના હોય? પબ્લિક પ્રોસિક્યુટર શું કામગીરી કરે? કયા પબ્લિક પ્રોસિક્યુટર કઈ કોર્ટમાં કામ કરે? એ પણ લોકોને ખબર નથી હોતી, એટલે આના માટે એક જાગૃતિ પુસ્તિકા બનાવી છે. અમને આશા છે કે એ પુસ્તિકા વાંચવાથી ઘણા બધા લોકોને ખબર પડશે કે પ્રોસિક્યુશન શું છે.
    Click here to Read More
    Previous Article
    ગોલમાલ ગેંગની વાપસી!:રોહિત શેટ્ટીએ 20 વર્ષ પૂરા થવા પર આપી મોટી ભેટ, 'ગોલમાલ 5'નું શૂટિંગ શરૂ
    Next Article
    સેવા અને શિસ્ત યુવાઓનો સાચો શણગાર:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્કાઉટ્સ-ગાઈડ્સને રાષ્ટ્રનિર્માણ અને પ્રકૃતિની સેવામાં જોડાઈને તપસ્વી બનવા પ્રેર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment