Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુસુફ પઠાણના પ્લોટની દરખાસ્ત વડોદરા મનપા સ્થાયી સમિતિમાં મુકાઈ:સમિતિ નિર્ણય લેશે, એક પ્લોટની ભેટ તો બીજો 20 કરોડનો 5 કરોડમાં આપવાની પેરવી

    1 day ago

    વડોદરામાં પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણ દ્વારા જે પ્લોટ ઉપર દબાણ કરવામાં આવ્યું હતું તે હવે ભેટમાં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે. જે અંગે આજે સ્થાયી સમિતિમાં નિર્ણય લેવામાં આવશે. યુસુફ પઠાણને 978 ચોમી પૈકી 500 ચોમી પ્લોટ ભેટમાં અને બાકીનો પ્લોટ 55 ટકામાં રાહતદરે આપવા અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મૂકવામાં આવી છે. 20 કરોડનો પ્લોટ 5 કરોડમાં આપવાની પેરવી વડોદરાના તાંદલજામાં ટીપી 22 હેઠળનો પ્લોટ નંબર 90માં વર્ષ 2012થી યુસુફ પઠાણે દબાણ કર્યું હતું. આ પ્લોટ અંગેની માંગણી તેઓ દ્વારા કરવામાં આવી હતી પરંતુ વર્ષ 2014માં રાજ્ય સરકારે આ પ્લોટ ન આપી શકાય તેવો હુકમ દર્શાવ્યો હતો. જો કે હવે આ પ્લોટ પૈકી 500 ચોરસ મીટર પ્લોટ ભેટમાં આપવા તેમજ બાકીની પ્લોટ 55 ટકા કિંમત વસૂલી આપવા અંગેની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જે અંગે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ અંગે લડત આપી રહેલા શૈલેષ અમીને સવાલો ઊભા કર્યા હતા અને જણાવ્યું હતું કે, જો સરકારે પ્લોટ આપવો જ હતો તો જ્યારે તેઓ ક્રિકેટ રમતા હતા અને તેઓએ માંગણી કરી હતી ત્યારે કેમ ન આપ્યો? સરકાર યુસુફ પઠાણ પર હવે આટલી ઓળઘોળ કેમ થઈ ગઈ છે? આ પણ વાંચો : ભાજપનું વોશિંગ મશીન, યુસુફે જૂનમાં TMC છોડી, ઓગસ્ટમાં ગુજરાત સરકારે મંજૂરી આપી માત્ર યુસુફ પઠાણને ફાયદો કરાવવા જ આ નિર્ણય લેવાયો! આ અંગેનો પરિપત્ર કર્યો છે અને મહાનગરપાલિકાને મોકલ્યો છે. આ પરિપત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ દરખાસ્ત પૂર્વ દૃષ્ટાંત તરીકે લઈ શકાશે નહીં. એટલે કે હવે પછી આ મુજબ નિર્ણય આ કિસ્સાને ટાંકીને લઈ શકશે નહીં જેનો સીધો મતલબ થાય છે કે, માત્ર યુસુફ પઠાણને ફાયદો કરાવવા જ આ નિર્ણય લેવાયો છે. જેમાં સમાનતાના નિયમનો ભંગ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે, હાલમાં સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે જેના આધારે મહાનગરપાલિકા કાર્યવાહી કરી રહી છે. આ પણ વાંચો : પૂર્વ ક્રિકેટર-MP યુસુફે દીદીની 'મમતા' છોડતા 15 કરોડનો ફાયદો દબાણનો મુદ્દો ભાજપના જ પૂર્વ કાઉન્સિલરે ઉઠાવ્યો હતો યુસુફ પઠાણ દ્વારા મહાનગરપાલિકાની માલિકીના પ્લોટ ઉપર દબાણ કરવામાં આવ્યું છે આ મુદ્દો ભાજપના જ પૂર્વ કાઉન્સિલર વિજય પવાર દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. આ બાદ સમગ્ર વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો જેમાં પણ યુસુફ પઠાણને ફટકાર મળી હતી. જો કે તે બાદ યુસુફ પઠાણે હાઈકોર્ટમાંથી અપીલ પરત ખેંચી લીધી હતી. હવે રાજ્ય સરકાર દ્વારા આ પ્લોટ ભેટમાં આપવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાણકારો એમ પણ માની રહ્યા છે કે મમતાના ગઢમાં ઘૂસી તેને તોડવા માટેનું આ ઇનામ હોઈ શકે છે. ત્યારે આ અંગે આજે શું નિર્ણય થાય છે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે.
    Click here to Read More
    Previous Article
    मां की सलामती के लिए ज्योतिर्लिंगों के दौड़ कर दर्शन करने निकला 19 साल का मोनू, भावुक कर देगी बिहार की कहानी
    Next Article
    સ્માર્ટ સિટી સુરતની કડવી વાસ્તવિકતા:પાણી સમિતિના ચેરમેનના વિસ્તારમાં જળ સંકટ, રૂંઢના સુમન મલ્હાર-2ના રહીશો 3 વર્ષથી પાણી માટે વલખાં મારવા મજબૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment