Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં સિટિબસ ચાલકો બેફામ:જિલ્લા પંચાયત ચોકમાં એક્ટિવા ચાલકને અડફેટે લેતા ડ્રાઈવર વિરુદ્ધ નાગરિકનો ઉગ્ર રોષ, કહ્યું- 'બાપનો રોડ હોય તેમ બસ ચલાવે છે'

    1 day ago

    રાજકોટ શહેરમાં સીટી બસના ચાલકોની મનમાની અને બેદરકારીના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. આજે શહેરના વ્યસ્ત ગણાતા જિલ્લા પંચાયત ચોક પાસે ફરી એકવાર સીટી બસના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પાછળથી પૂરઝડપે આવી રહેલી સીટી બસે એક એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. જોકે સદનસીબે આ અકસ્માતમાં એક્ટિવા ચાલકનો બચાવ થયો હતો, પરંતુ આ ઘટનાને પગલે સ્થાનિકો અને ભોગ બનનાર નાગરિકમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભોગ બનનાર નાગરિકે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, સીટી બસના ડ્રાઈવરો રસ્તા પર એવી રીતે બસ હંકારે છે જાણે રસ્તો તેમના બાપનો હોય. તેમણે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, આ ચાલકોને ટ્રાફિકના નિયમોનું કોઈ ભાન નથી અને ગમે ત્યારે ગમે તે વાહનની માથે બસ ચડાવી દે છે. જો આ સમયે કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ? પોલીસ અને તંત્ર દ્વારા આવા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમના લાયસન્સ રદ કરવામાં આવે તેવી માંગ પણ તેણે કરી હતી. સમગ્ર મામલે મનપાનાં અધિકારી પરેશભાઈ અઢીયાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, આ અંગેની તપાસ કર્યા બાદ ડ્રાઇવરની બેદરકારી જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટમાં રાષ્ટ્રીય મેગા લોક-અદાલત યોજાઈ, કુલ 88,172 કેસોનો સફળ નિકાલ કરાયો નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, ન્યુ દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આજરોજ રાજકોટ જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ જે. આર. શાહના નેતૃત્વમાં યોજાયેલી આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના કુલ 22,576 પેન્ડિંગ કેસો હાથ પર લેવામાં આવ્યા હતા. પક્ષકારોના ઉત્સાહપૂર્ણ પ્રતિસાદને કારણે મોટી સંખ્યામાં કેસોનો સ્થળ પર જ સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. લોક-અદાલતમાં મોટર અકસ્માત વળતરના કુલ 401 કેસોમાં રૂ. 28,81,00,214 જેટલી માતબર રકમનું સમાધાન થયું હતું. આ ઉપરાંત ચેક રિટર્નના 5,090 કેસોમાં રૂ. 27,84,25,197.4 ની રકમનું સમાધાન કરવામાં આવ્યું હતું, જ્યારે લગ્ન વિષયક તકરારના 136 કેસોનો નિકાલ થયો હતો. સમગ્ર દિવસ દરમિયાન લોક અદાલતના 6,277 અને સ્પેશિયલ સિટિંગના 5,796 મળી કુલ 12,073 પેન્ડિંગ કેસો તેમજ 76,099 પ્રિ-લિટિગેશન કેસો મળીને કુલ 88,172 કેસોનો નિકાલ થયો હતો. સચિવ એચ. વી. જોટાણીયાએ પક્ષકારોને ભવિષ્યમાં પણ લોક-અદાલતનો લાભ લેવા અનુરોધ કર્યો છે. રાજકોટના મવડી વિસ્તારમાં તંત્ર દ્વારા ડિમોલિશન, રૂ. 15 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી જમીન પરના અનઅધિકૃત દબાણો હટાવવા માટે કલેક્ટર તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે શહેરના મવડીમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. મવડી-કણકોટ રોડ પર આવેલા સરકારી સર્વે નં. 194 પૈકીની આશરે 4500 ચો.મી. જમીન પર ખડકાયેલા દબાણોને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. ખુલ્લી કરાવવામાં આવેલી આ જમીનની અંદાજિત બજાર કિંમત રૂ. 15 કરોડ જેટલી છે. જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશની સૂચના અને સીટી પ્રાંત-1 અધિકારી ચાંદની પરમારના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. આ સ્થળે ઊભા કરવામાં આવેલા કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓ અને ઈંટોના ચણતર સહિતના દબાણો દૂર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, આ દબાણકારોને અગાઉ નોટિસ આપી સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન રાજકોટ દક્ષિણના મામલતદાર, સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર, તલાટી, વિજ કંપનીના અધિકારીઓ અને પોલીસનો કાફલો તૈનાત રહ્યો હતો. રાજકોટમાં ઉનાળાની શરૂઆતે જ રાહત, આજી અને ન્યારી ડેમ એપ્રિલ સુધીમાં છલોછલ ભરાશે રાજકોટમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની માંગમાં વધારો થયો છે, ત્યારે શહેરના જળાશયોને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. મહાપાલિકાની ગણતરી મુજબ, માર્ચ મહિનાના અંત સુધીમાં આજી-1 ડેમ અને 10 એપ્રિલ સુધીમાં ન્યારી-1 ડેમને નર્મદાના નીરથી છલોછલ ભરી દેવામાં આવશે. આજી-1 ડેમમાં હાલ 752 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને દરરોજ 18 MCFT પાણી ઠાલવવામાં આવી રહ્યું છે, જે માર્ચના અંત સુધીમાં 900 MCFT સુધી પહોંચી જશે. તેવી જ રીતે, 800 MCFT ની ક્ષમતા ધરાવતા ન્યારી-1 ડેમમાં દરરોજ 14 MCFT પાણી ઉમેરીને 10 એપ્રિલ સુધીમાં કુલ 1000 MCFT પાણીનો સંગ્રહ કરવાનું આયોજન છે. બીજી તરફ, ભાદર-1 ડેમમાં હાલ 3000 MCFT પાણીનો જથ્થો છે, જે આગામી જુલાઈ મહિના સુધી શહેરની જરૂરિયાત પૂરી કરવા માટે પર્યાપ્ત છે. આમ, ત્રણેય મુખ્ય ડેમમાં 10 જૂન સુધી ચાલે તેટલો પાણીનો સંગ્રહ થઈ જશે, જેના કારણે આગામી ચૂંટણી દરમિયાન પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં. જોકે, ભાદર ડેમની પાઈપલાઈન બદલવાનું મહત્વનું કામ નેશનલ હાઈવે ઓથોરિટીના NOCના અભાવે હજુ પણ અટવાયેલું છે. સરકાર અને તંત્ર દ્વારા ઉનાળામાં પાણી વિતરણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અત્યારથી પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    AI વકીલના મગજની જગ્યા લઈ શકતો નથી:સુપ્રીમ કોર્ટના જજે કહ્યું- AI સમય બચાવવામાં મદદરૂપ, પરંતુ શિસ્તબદ્ધ નિર્ણયો લેવા સક્ષમ નથી
    Next Article
    પાટણમાં અટલ હોલના ખાતમુહૂર્ત સમયે સ્ટેજ પર સોફો બેસી ગયો:કાર્યક્રમમાં થોડી વાર અફરાતફરી મચી, અધિકારીઓ અને પદાધિકારીઓમાં ગભરાટ ફેલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment