Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં અટલ હોલના ખાતમુહૂર્ત સમયે સ્ટેજ પર સોફો બેસી ગયો:કાર્યક્રમમાં થોડી વાર અફરાતફરી મચી, અધિકારીઓ અને પદાધિકારીઓમાં ગભરાટ ફેલાયો

    11 hours ago

    પાટણ નગરપાલિકા દ્વારા આયોજિત અટલ હોલના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર સોફો નીચે બેસી જવાની ઘટના બની હતી. આ અકસ્માતમાં સ્ટેજ પર બિરાજમાન ભાજપ શહેર પ્રમુખ હર્ષ પટેલ, પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ અને જિલ્લા ભાજપ મહામંત્રી પડતા પડતા સહેજમાં બચ્યા હતા. મંત્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં બનેલી આ ઘટનાથી કાર્યક્રમમાં હાજર અધિકારીઓ અને પદાધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો. પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ કાર્યો અંતર્ગત અટલ હોલનું ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર સહિત જિલ્લા અને શહેરના ઉચ્ચ પદાધિકારીઓ તેમજ વહીવટી અધિકારીઓ સ્ટેજ પર હાજર હતા. કાર્યક્રમની વિધિ ચાલી રહી હતી તે દરમિયાન સ્ટેજ પર મૂકવામાં આવેલો એક સોફો અચાનક નીચે બેસી ગયો હતો. સોફો નમી પડવાને કારણે તેના પર બેઠેલા પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પાટણ પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ અને પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી સંતુલન ગુમાવી બેઠા હતા અને નીચે પડતા સહેજમાં બચ્યા હતા. સ્ટેજ પર બનેલી આ આકસ્મિક ઘટનાને પગલે ત્યાં હાજર મંત્રી સ્વરૂપજી ઠાકોર સહિતના અન્ય આગેવાનો અને અધિકારીઓ પણ એક ક્ષણ માટે ગભરાઈ ગયા હતા. સોફો તૂટતા કે નમી પડતા જ આસપાસના કાર્યકરો અને સુરક્ષાકર્મીઓ તરત જ મદદે દોડી આવ્યા હતા અને સ્થિતિ થાળે પાડી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હતી, પરંતુ સરકારી કાર્યક્રમમાં સ્ટેજ વ્યવસ્થા અને ફર્નિચરની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા હતા. આ ઘટના બાદ થોડો સમય કાર્યક્રમમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, જોકે બાદમાં કાર્યક્રમ આગળ ધપાવવામાં આવ્યો હતો. પાટણ નગરપાલિકા વિસ્તારમાં ટી.પી-2 ના ફાઇનલ પ્લોટ નં. 170 ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની 'આગવી ઓળખ' ઘટક હેઠળ ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ટાઉનહોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે ₹17.70 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ નવતર પ્રકલ્પનું વિધિવત ખાતમુહૂર્ત પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના સહયોગથી પાટણ શહેરના વિકાસમાં વધારો કરવાના હેતુથી આ ટાઉનહોલનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પાટણ નગરપાલિકા દ્વારા સંચાલિત છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનો છે. ખાતમુહૂર્ત વિધિમાં પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપરાંત પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન એ. પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, કલેકટર તુષાર ભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, હર્ષભાઈ પટેલ તેમજ બાંધકામ શાખાના ચેરમેન મહેશભાઈ એમ. પટેલ હાજર રહ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, શાસક પક્ષના નેતા દશરથજી એસ. ઠાકોર અને અન્ય સદસ્યો પણ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં સિટિબસ ચાલકો બેફામ:જિલ્લા પંચાયત ચોકમાં એક્ટિવા ચાલકને અડફેટે લેતા ડ્રાઈવર વિરુદ્ધ નાગરિકનો ઉગ્ર રોષ, કહ્યું- 'બાપનો રોડ હોય તેમ બસ ચલાવે છે'
    Next Article
    8 PM Gujarati News LIVE | 8 વાગ્યાના મોટા સમાચાર | Latest Gujarati News | Iran War | India | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment