Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા:લોકમાન્યતા મુજબ સારા ચોમાસાની આશા જાગી

    16 hours ago

    ભરૂચ શહેરની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી ખુલ્લી જમીનમાં ટીટોડી પક્ષીએ ચાર ઈંડા મૂક્યા છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં કુતૂહલ સર્જાયું છે. ચોમાસા પહેલાં ટીટોડીના ઈંડાને આધારે વરસાદ અંગે આગાહી કરવાની પ્રાચીન લોકમાન્યતા હોવાથી આ ઘટના ચર્ચાનો વિષય બની છે. પ્રાચીન સમયમાં, જ્યારે વિજ્ઞાન અને આધુનિક હવામાન અનુમાનની સુવિધાઓ ઉપલબ્ધ ન હતી, ત્યારે લોકો કુદરતી સંકેતોના આધારે વરસાદની આગાહી કરતા હતા. પૂર્વજો વિવિધ પક્ષીઓ, પ્રાણીઓ અને કુદરતી પરિબળોના અવલોકન પરથી ચોમાસા વિશે અંદાજ લગાવતા હતા. તેમાં ટીટોડીના ઈંડા સાથે જોડાયેલી લોકવાયકા પણ મહત્વની માનવામાં આવે છે. ટીટોડી સામાન્ય રીતે જમીન પર રહેતું પક્ષી છે અને મોટાભાગે ખુલ્લી જમીનમાં જ ઈંડા મૂકે છે. કહેવાય છે કે આ પક્ષી સામાન્ય રીતે ત્રણ ઈંડા મૂકે છે, પરંતુ ભરૂચની સિવિલ હોસ્પિટલના સંકુલમાં ચાર ઈંડા મુકાયા હોવાનું જોવા મળ્યું છે. લોકમાન્યતા મુજબ, ટીટોડી ચાર ઈંડા મૂકે તો ચોમાસાના ચાર મહિના સારા વરસાદની સંભાવના હોવાનું માનવામાં આવે છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં સારા ચોમાસાની આશા વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત, એવી પણ માન્યતા પ્રચલિત છે કે ટીટોડી જો ઊંચી જગ્યાએ ઈંડા મૂકે તો તે વર્ષે વરસાદનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા રહે છે. જોકે, વરસાદ અંગે ચોક્કસ આગાહી માટે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અનુમાનને જ મહત્વ આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    GCTOC હેઠળ સખત કાર્યવાહી:ભાવનગરના કુખ્યાત ભૂમાફિયા પથુભા ગોહિલને સુપ્રીમ કોર્ટમાંથી પણ કોઈ રાહત નહીં, જામીન અરજી નામંજૂર
    Next Article
    મહેસાણામાં હિટ એન્ડ રનની બે ઘટના, બેના મોત:રાધનપુર રોડ પર બાઈકચાલકે ટક્કર મારતા પિતાની નજર સામે દીકરીનું મોત, કાર અડફેટે ગાંધીનગર PDEUના વિદ્યાર્થીનો જીવ ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment