Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં હિટ એન્ડ રનની બે ઘટના, બેના મોત:રાધનપુર રોડ પર બાઈકચાલકે ટક્કર મારતા પિતાની નજર સામે દીકરીનું મોત, કાર અડફેટે ગાંધીનગર PDEUના વિદ્યાર્થીનો જીવ ગયો

    18 hours ago

    મહેસાણા શહેરમાં હિટ એન્ડ રનની બે ઘટના સામે આવી છે. જેમાં બે લોકોના મોત થયા છે. આજે વહેલી સવારે પુરપાટ ઝડપે આવતા મોટરસાયકલ ચાલકે એક્ટિવાને અડફેટે લેતા 22 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું છે, જ્યારે શુક્રવારની રાત્રિએ પુરપાટ આવતા કારચાલકે બાઈકને ટક્કર મારતા ગાંધીનગરની PDEU કોલેજમાં અભ્યાસ કરતા એક આશાસ્પદ વિદ્યાર્થીનું કરુણ મોત નિપજ્યું છે. દીકરીને પ્રવાસમાં મૂકવા પિતા એક્ટિવા પર નીકળ્યા મહેસાણાના મોઢેરા રોડ પર આવેલી તિરૂપતિ સોસાયટીમાં રહેતા જયેશકુમાર શાંતિભાઈ પટેલ આજે વહેલી સવારે આશરે 4 વાગ્યાના સુમારે તેમની દીકરી નમસ્વીને ઉદેપુર પ્રવાસમાં મૂકવા માટે એક્ટિવા પર જઈ રહ્યા હતા. રાધનપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મંદિર પાસે જ્યારે તેઓ એક્ટિવા વળાવી રહ્યા હતા તે સમયે ડી-માર્ટ સર્કલ તરફથી પૂરઝડપે આવી રહેલા મોટરસાયકલ નંબર GJ 02 EH 1999 ના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. મોટરસાયકલે ટક્કર મારતા પિતા-પુત્રી રોડ પર પટકાયા આ અકસ્માત એટલો ભયાનક હતો કે પિતા-પુત્રી બંને રોડ પર પટકાયા હતા. બંનેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. 108 મારફતે તાત્કાલિક જયેશભાઈને લાયન્સ હોસ્પિટલ અને દીકરી નમસ્વીને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસ બાદ 22 વર્ષીય નમસ્વીને મૃત જાહેર કરી હતી. અકસ્માતમાં પિતા જયેશભાઈને પગે ફ્રેક્ચર અને માથાના ભાગે ઇજાઓ થઈ છે. જે હાલ સારવાર હેઠળ છે. દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ ઘટના બાદ અકસ્માત સર્જનાર મોટરસાયકલ ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યો હતો. મહેસાણા તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર બાઈક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આશાસ્પદ દીકરીના મોતના સમાચારથી પરિવાર અને પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મિત્રો બે મોટરસાઈકલ પર શહેરમાં ફરવા નીકળ્યા તો બીજી તરફ શુક્રવારની રાત્રે અન્ય એક અકસ્માતની ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. મહેસાણાના તિરૂપતિ બંગ્લોઝમાં રહેતા અને ગાંધીનગર PDEU કોલેજમાં B.Tech ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા મયંકકુમાર ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમના કોલેજના મિત્રો યશવીરસિંઘ (લોનાવાલા), આયુષ મરચન્ટ (નવસારી) અને રોશનસિંઘ (રાજકોટ) મહેસાણા ખાતે તેમને મળવા આવ્યા હતા. રાત્રિના સમયે તમામ મિત્રો બે મોટરસાઈકલ પર સવાર થઈ મહેસાણા શહેર ફરવા નીકળ્યા હતા. પૂરપાટ આવતી કારે આયુષના બાઈકને ટક્કર મારી હતી રાત્રિના આશરે પોણા બાર વાગ્યાના સુમારે જ્યારે તેઓ પાંચોટ સર્કલથી પરત ફરી રહ્યા હતા, ત્યારે રાધનપુર રોડ પર કપિલા હનુમાન મંદિર અને રાજધાની ટાઉનશીપની સામે આ અકસ્માત સર્જાયો હતો. આગળ જઈ રહેલા આયુષ અને રોશનસિંઘના બાઈક GJ-01-YD-0304 ને સામેથી આવતી એક કાર GJ-02-DA-5573 ના ચાલકે અચાનક વળાંક લઈને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળે ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત રોશનસિંઘનું મોત નિપજ્યું ગંભીર રીતે ઘાયલ થયેલા બંને મિત્રોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે મહેસાણાની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન રાજકોટના રહેવાસી રોશનસિંઘને માથાના ભાગે ગંભીર ઈજાઓ હોવાથી ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે નવસારીના આયુષ મરચન્ટને મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હાલ તેની સારવાર ચાલી રહી છે. વિદ્યાર્થીના મોતથી કોલેજના મિત્રો અને પરિવારમાં ભારે શોક મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસે આ મામલે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક વિદ્યાર્થીના પરિવારજનો આવી પહોંચતા લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાથી કોલેજના મિત્રો અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા:લોકમાન્યતા મુજબ સારા ચોમાસાની આશા જાગી
    Next Article
    પાંચ વિશાળ વૃક્ષોને કાપવાને બદલે જાપાનીઝ પદ્ધતિથી ટ્રાન્સપ્લાન્ટ કર્યા:વિકાસની આંધળી દોડમાં વૃક્ષો કાપવાને બદલે 'નવજીવન' આપ્યું, ઉધના પોલીસનો અનોખો પર્યાવરણ પ્રેમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment