Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંચ વિશાળ વૃક્ષોને કાપવાને બદલે જાપાનીઝ પદ્ધતિથી ટ્રાન્સપ્લાન્ટ કર્યા:વિકાસની આંધળી દોડમાં વૃક્ષો કાપવાને બદલે 'નવજીવન' આપ્યું, ઉધના પોલીસનો અનોખો પર્યાવરણ પ્રેમ

    19 hours ago

    વિકાસ અને પર્યાવરણ વચ્ચે જ્યારે પણ પસંદગી કરવાની આવે છે, ત્યારે મોટાભાગે પર્યાવરણનો ભોગ લેવામાં આવતો હોય છે. રસ્તા પહોળા કરવા હોય કે નવી સરકારી ઇમારતોનું નિર્માણ કરવું હોય, વર્ષો જૂના ઘટાદાર વૃક્ષો પર કુહાડી ફેરવી દેવી એ સૌથી સરળ રસ્તો માનવામાં આવે છે. પરંતુ સુરતના ઉધના પોલીસ સ્ટેશને આ માન્યતાને તોડીને એક નવી રાહ ચીંધી છે. ઉધના પોલીસ સ્ટેશનના નવા મકાનના નિર્માણ આડે આવતા વર્ષો જૂના પાંચ વિશાળ વૃક્ષોને કાપવાને બદલે જાપાનીઝ પદ્ધતિથી ટ્રાન્સપ્લાન્ટ કરીને પર્યાવરણ જાળવણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 25 વર્ષથી વધુ જૂના પાંચ મોટા વૃક્ષો કાપી નાખવાની સૂચના આપી સુરતના ઉધના વિસ્તારમાં પોલીસ તંત્રની કાર્યક્ષમતા વધારવા માટે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા નવા પોલીસ સ્ટેશનના ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ બાંધકામ દરમિયાન નવી કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ દીવાલના નકશામાં લગભગ 25 વર્ષથી વધુ જૂના પાંચ મોટા વૃક્ષો નડતરરૂપ બની રહ્યા હતા. બાંધકામ ક્ષેત્રના પ્રોટોકોલ મુજબ, કોન્ટ્રાક્ટર દ્વારા આ વૃક્ષોને તાત્કાલિક અસરથી કાપી નાખવાની સૂચના આપવામાં આવી હતી જેથી કામમાં કોઈ રુકાવટ ન આવે. સામાન્ય સંજોગોમાં કોઈપણ સરકારી પ્રોજેક્ટમાં વૃક્ષો કાપવા માટેની મંજૂરી મેળવીને તેને દૂર કરવામાં આવતા હોય છે. પરંતુ અહીં ઉધના પોલીસની સંવેદનશીલતા જોવા મળી હતી. કુહાડીથી કાપવાને બદલે વૃક્ષને સુરક્ષિત રીતે અન્ય જગ્યાએ ખસેડવા કેવી રીતે? જ્યારે કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે આ પાંચ વૃક્ષોને દૂર કર્યા વગર દીવાલ બનાવવી અશક્ય છે, ત્યારે ઉધના પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફે એક અનોખો નિર્ણય લીધો. તેમણે નક્કી કર્યું કે વર્ષોથી પોલીસ સ્ટેશનના આંગણે છાંયડો આપતા આ મૂંગા મિત્રોને કુહાડીથી કાપવાને બદલે તેમને સુરક્ષિત રીતે અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે. આ માટે તેમણે પર્યાવરણ પ્રેમીઓ અને ટેકનિકલ નિષ્ણાતોની સલાહ લીધી. જાપાનીઝ ટેકનોલોજીનો ઉપયોગ ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશન વૃક્ષોને બચાવવા માટે જાપાનીઝ પદ્ધતિ પસંદ કરવામાં આવી. આ પ્રક્રિયા અત્યંત જટિલ અને ખર્ચાળ હોવા છતાં, પોલીસે પર્યાવરણના હિતમાં તેને અમલમાં મૂકી.આ પદ્ધતિની વિશેષતાની વાત કરીએ તો વૃક્ષના મૂળિયાને નુકસાન ન થાય તે રીતે તેને જમીનમાંથી ખોદવામાં આવે છે. મૂળિયા કાઢ્યા પછી તેના પર ખાસ કેમિકલ્સ અને ખાતરનો છંટકાવ કરવામાં આવે છે જેથી તે નવી જગ્યાએ ઝડપથી સેટ થઈ શકે. આ પાંચેય વૃક્ષોને ક્રેનની મદદથી હટાવીને પોલીસ સ્ટેશનના જ કમ્પાઉન્ડમાં જ્યાં બાંધકામ નડતરરૂપ ન હોય તેવી નવી જગ્યાએ વૈજ્ઞાનિક ઢબે રોપી દેવામાં આવ્યા છે. કોંક્રિટના જંગલ બની રહેલા શહેરમાં ગરમીનો પારો વધી રહ્યો છે સુરત જેવા કોંક્રિટના જંગલ બની રહેલા શહેરમાં એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે ઉધના પોલીસની આ કામગીરીની સોશિયલ મીડિયામાં અને સ્થાનિક સ્તરે ભારે પ્રશંસા થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે જો એક પોલીસ સ્ટેશન પોતાની મર્યાદિત ગ્રાન્ટ અને સંસાધનોમાં વૃક્ષો બચાવી શકતું હોય, તો મોટા બિલ્ડરો અને કોર્પોરેશનના પ્રોજેક્ટ્સમાં હજારો વૃક્ષો કેમ ન બચાવી શકાય?
    Click here to Read More
    Previous Article
    મહેસાણામાં હિટ એન્ડ રનની બે ઘટના, બેના મોત:રાધનપુર રોડ પર બાઈકચાલકે ટક્કર મારતા પિતાની નજર સામે દીકરીનું મોત, કાર અડફેટે ગાંધીનગર PDEUના વિદ્યાર્થીનો જીવ ગયો
    Next Article
    Saurashtra Water Logging Solution | ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો આવશે નિકાલ | Ghed

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment