Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GCTOC હેઠળ સખત કાર્યવાહી:ભાવનગરના કુખ્યાત ભૂમાફિયા પથુભા ગોહિલને સુપ્રીમ કોર્ટમાંથી પણ કોઈ રાહત નહીં, જામીન અરજી નામંજૂર

    15 hours ago

    ભાવનગર જિલ્લામાં જમીન પચાવી પાડવાનું નેટવર્ક ચલાવતી ટોળકી વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે GCTOC હેઠળ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા આરોપીઓની મુશ્કેલીમાં વધારો થયો છે ખાસ કરીને આ ગેંગના સભ્ય પથુભા મેરૂભા ગોહિલની જામીન અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ફગાવી દેવામાં આવી છે, આ અંગે ભાવનગર પોલીસ અધિક્ષકની કચેરીએથી મળતી માહિતી મુજબ ​ભાવનગર અને બોટાદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી એક સંગઠિત ટોળકી સક્રિય હતી આ ટોળકી ગરીબ અને અભણ ખેડૂતોની જમીનોના બનાવટી કુલમુખત્યારનામા અને અન્ય નકલી દસ્તાવેજો તૈયાર કરતી હતી આ માટે તેઓ મૃતક નોટરીના સિક્કાનો પણ ઉપયોગ કરતા હતા, ​જ્યારે કોઈ અસલી ખરીદનાર જમીનનો સોદો કરે, ત્યારે આ ટોળકી વાંધા અરજીઓ કરી અથવા ખોટા દસ્તાવેજો બતાવી કરોડો રૂપિયાની ખંડણી માંગતી હતી, ખેડૂતો અને બિલ્ડરોને ધાકધમકી આપી પરેશાન કરવામાં આવતા હતા, ​GCTOC હેઠળ કાર્યવાહી ​ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાની ગંભીરતા જોતા, પોલીસ અધિક્ષક દ્વારા આ કેસમાં ગુજસીટોક (GCTOC) ની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો, જુલાઈ 2024 માં આ સંગઠિત ટોળકીના સભ્યોની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા, જેમાં મહાવીરસિંહ કનુભા ગોહિલ રહે.ચિત્રા, ભાવનગર, ચંદ્રકાંત પુરૂષોત્તમભાઈ સોલંકી રહે.રખિયાલ, અમદાવાદ પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા ખોરડી અજુભા ગોહિલ રહે.કાળીયાબીડ, રવીરાજસિંહ મહાવીરસિંહ ગોહિલ રહે.ચિત્રા, પથુભા મેરૂભા ગોહિલ રહે.શિક્ષક સોસાયટી, તથા રવિન્દ્રસિંહ તોગુભા ગોહિલ રહે.કાળીયાબીડ ધરપકડ કરી હતી, ​આ ટોળકીના સભ્યોએ અગાઉ સેશન્સ કોર્ટ, ગુજસીટોક કોર્ટ (રાજકોટ) અને ગુજરાત હાઇકોર્ટમાં જામીન મેળવવા પ્રયાસો કર્યા હતા, જે તમામ અરજીઓ નામંજૂર થઈ હતી, ત્યારબાદ આરોપી પથુભા મેરૂભા ગોહિલે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે દાદ માંગી હતી, જોકે, સુપ્રીમ કોર્ટે પણ લાંબી દલીલોના અંતે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી તેમની જામીન અરજી ફગાવી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    કરિયાણાની દુકાન ચલાવતા શખ્સે વાણંદ પર અસ્ત્રા વડે હુમલો કર્યો:લોહીથી લથપથ હાલતમાં યુવકનું મોત, વડોદરામાં એક જ દિવસમાં હત્યાનો બીજો બનાવ
    Next Article
    ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા:લોકમાન્યતા મુજબ સારા ચોમાસાની આશા જાગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment