Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાળાબજારીયાઓને પકડાવો અને મેળવો રોકડ ઇનામ:વિશ્વ ગ્રાહક અધિકાર દિને ગેસ સંગ્રહખોરો વિરુદ્ધ રાષ્ટ્રીય જાગૃતિ અભિયાનનો શંખનાદ ફૂંકાયો

    12 hours ago

    15 Marchના રોજ 'વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ' ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે ગ્રાહકો ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખના જણાવ્યા અનુસાર, ઈરાન-અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની સ્થિતિને કારણે તેલ અને ગેસ પુરવઠામાં કટોકટી સર્જાઈ છે. આ તકનો લાભ ઉઠાવીને સ્થાપિત હિતોએ જીવનજરૂરી ચીજવસ્તુઓમાં કૃત્રિમ ભાવવધારો ઝીંકી દીધો છે, જેના કારણે કરોડો અસંગઠિત ગ્રાહકો પિસાઈ રહ્યા છે. ફરસાણ અને ચાના ભાવમાં તોતિંગ વધારો બજારમાં નફાખોરી એટલી હદે વધી છે કે ફરસાણના ભાવમાં કિલોએ Rs. 100 સુધીનો વધારો ઝીંકાયો છે. જે દાળવડા અગાઉ સસ્તા હતા, તેના ભાવ હવે Rs. 300 થી Rs. 400 પ્રતિ કિલોએ પહોંચ્યા છે. સામાન્ય માણસની ચાના કપમાં પણ Rs. 5 થી Rs. 10નો વધારો કરીને વેપારીઓ ગ્રાહકોના ખિસ્સા હળવા કરી રહ્યા છે. ગેસ સિલિન્ડરના કાળાબજાર મુકેશ પરીખે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, રસોઈ ગેસના બાટલાની વ્યાપક તંગી વચ્ચે સરકાર મૂકપ્રેક્ષક બની રહી છે. 14.200 kgનો ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર, જેનો સરકારી ભાવ Rs. 920 છે, તેનું કાળાબજારમાં Rs. 2000માં વેચાણ થઈ રહ્યું છે. તેવી જ રીતે, Rs. 1720ના ભાવના 19 kgના કોમર્શિયલ બાટલા Rs. 3500 થી Rs. 4000માં વેચાઈ રહ્યા છે. આટલું જ નહીં, સીલબંધ બાટલામાંથી 3 થી 4 કિલો ગેસની ચોરી પણ કરવામાં આવે છે. ફરિયાદ કરનાર ગ્રાહકોને 1000નું ઇનામ કાળાબજારીયાઓને નાથવા માટે સમિતિએ 'રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિ અભિયાન' શરૂ કર્યું છે. જે ગ્રાહક ચોક્કસ પુરાવા સાથે કાળાબજાર કરનારાઓને પકડાવશે, તેવા પ્રથમ 25 ગ્રાહકોને Rs. 1000નું ઇનામ આપવામાં આવશે. સમિતિએ માગ કરી છે કે દરેક એજન્સીએ સ્ટોક પત્રક પ્રદર્શિત કરવું અને બુકિંગના 48 કલાકમાં ફ્રી હોમ ડિલિવરી આપવી ફરજિયાત છે. સરકાર સમક્ષ કડક પગલાની માગ આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવશે. ગ્રાહક સુરક્ષા સમિતિએ માગ કરી છે કે જિલ્લા કલેક્ટર અને પુરવઠા વિભાગ હેઠળ 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવે. કાળાબજાર કરનારાઓ વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા અને P.B.M. એક્ટ હેઠળ F.I.R. કરીને જેલભેગા કરવાની તંત્રને તાકીદ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રીય લોક અદાલતમાં 17 હજારથી વધુ કેસોનો નિકાલ:અકસ્માત વળતરના એક કેસમાં રૂ.88.50 લાખનો ઐતિહાસિક હુકમ
    Next Article
    23 વર્ષથી નાસતા ફરતા બે લીસ્ટેડ આરોપીઓ ઝડપાયા:વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં પેરોલ ફર્લો સ્કવોડે પકડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment