Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વહેલી સવારથી અમદાવાદ-મહીસાગરમાં વરસાદ:અરવલ્લી-પંચમહાલ સહિત પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી; 23 ઓગસ્ટ સુધીમાં સારો વરસાદ પડશેઃ અંબાલાલ

    2 days ago

    10 દિવસના લાંબા વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે બપોર બાદ છુટાછવાયા જિલ્લાઓમાં વરસાદ પડ્યા બાદ આજે વહેલી સવારથી અમદાવાદ, મહિસાગર, અમરેલીના છુટાછવાયા વિસ્તારોમાં ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે (11 ઓગસ્ટ) પાંચ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું હતું કે, 14મી ઓગસ્ટથી લો પ્રેશર સિસ્ટમ બનવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ અમદાવાદની સાથે અમરેલી જિલ્લામાં ગઈકાલે વાતાવરણમાં પલટો આવ્યા બાદ મોડીરાતે પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો. અમરેલી શહેર તેમજ તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ ઉપરાંત બાબરા તાલુકાના લુણકી, ઈંગોરાળા સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટાં શરૂ થતાં સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. મહીસાગરમાં સતત બીજા દિવસે મેઘમહેર, લુણાવાડામાં ધોધમાર વરસાદ મહીસાગર જિલ્લામાં 10 દિવસના વિરામ બાદ મેઘરાજાની પધરામણી સાથે સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત્ રહ્યો છે. લુણાવાડા, ખાનપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમી ધારેથી ધોધમાર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. સતત બે દિવસના આ વરસાદથી સુકાઈ રહેલા પાકને નવજીવન મળતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે, જ્યારે જળાશયો અને તળાવો ભરાય તે માટે ખેડૂતો હજુ પણ સારા વરસાદની આશા રાખી રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લામાં વરસાદની આગાહી અંબાલાલ પટેલે જણાવ્યું કે, 13 ઓગસ્ટ સુધી મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા તેમજ દક્ષિણ, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પાટણ, સમી અને હારીજના કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ રહેશે, જેમાં સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં ખાસ કરીને વધુ વરસાદ થવાની શક્યતા છે. લો પ્રેશર સિસ્ટમ બનશે અને બાદમાં વરસાદી ઝાપટાંનું પ્રમાણ વધશે અંબાલાલ પટેલે કહ્યું કે, 14 ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે, જેની મુખ્ય અસર પૂર્વ ભારતના ભાગોમાં જોવા મળશે. ત્યારબાદ 17, 18 અને 19 ઓગસ્ટે રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવશે અને કેટલાક ભાગોમાં વરસાદ થશે. 22 અને 23 ઓગસ્ટથી ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. સપ્ટેમ્બરમાં ભારે વરસાદ થવાની શક્યતા વધુમાં કહ્યું કે, 31 ઓગસ્ટ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના બેસવાને કારણે વરસાદ થવાની શક્યતા છે, જોકે આ નક્ષત્રના વરસાદનું પાણી સારું ગણાતું નથી. આ પછી બીજી અને સાતમી સપ્ટેમ્બરે પણ હવામાનમાં પલટો આવશે અને સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે, આગામી દિવસો માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી 2 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ દરમિયાન પવનની ગતિ 30થી 40 કિમી પ્રતિ કલાકની આસપાસ રહેવાનું અનુમાન છે. ગુજરાતની આસપાસ સક્રિય હવામાન એક્ટિવિટિના કારણે આજે વરસાદની આગાહી છે.
    Click here to Read More
    Previous Article
    સોનિયાએ કહ્યું- મનમોહન સિંહને ઇતિહાસ સન્માનથી યાદ કરશે:કોલસા કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટની ક્લીનચીટ બાદ મોદી સરકાર પર નિશાન સાધ્યું
    Next Article
    સોમનાથના જૂના મંદિરમાં 5.5 ફૂટનો કોબ્રા સાપ મળ્યો:શ્રાવણ પૂર્વે નાગ દેવતા દેખાતા કુતૂહલ, સ્નેક કેચરે બચાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment