Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રીય લોક અદાલતમાં 17 હજારથી વધુ કેસોનો નિકાલ:અકસ્માત વળતરના એક કેસમાં રૂ.88.50 લાખનો ઐતિહાસિક હુકમ

    11 hours ago

    ચેક રિટર્ન કેસો સહિત વિવિધ પ્રકારના સમાધાનલાયક કેસો રજૂ કરવામાં આવ્યાં ભાવનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજરોજ જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના સમાધાનલાયક કેસોના ઝડપી અને સુલભ નિકાલ માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા લોક અદાલત દરમિયાન કુલ 17,149 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં રૂ.14.04 કરોડથી વધુની સમાધાન રકમનો હુકમ કરવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લા ન્યાયાધીશ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ એચ.એસ. મુલીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ કોર્ટોમાં લોક અદાલત યોજાઈ હતી. જેમાં સમાધાનપાત્ર ફોજદારી કેસો, મોટર અકસ્માત વળતર અરજીઓ, ચેક રિટર્ન કેસો તેમજ દેવા વસુલાતને લગતા દિવાની કેસો સહિત વિવિધ પ્રકારના સમાધાનલાયક કેસો રજૂ કરવામાં આવ્યા હતા. લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર સંબંધિત 34 કેસોનો નિકાલ કરી રૂ.3,69,00,000 નું વળતર મંજૂર કરવામાં આવ્યું હતું જેમાં એક ઉલ્લેખનીય કેસમાં સરકારી કર્મચારીના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયાના બનાવમાં મૃતકની પત્ની કાળીબેન કનૈયાલાલ ઘોઘારીને ચોથા એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ જે.જી. દામોદરાની કોર્ટ દ્વારા રૂ.88,50,000 નું વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો, આ ઉપરાંત 8468 પ્રિલીટીગેશન કેસોનો પણ સમાધાનથી નિકાલ કરી રૂ.1,22,74,435 નું વળતર નક્કી કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતને સફળ બનાવવા જિલ્લાના તમામ જ્યુડિશિયલ ઓફિસરો, બાર એસોસિએશનના પ્રમુખઓ, વકીલઓ, જિલ્લા પોલીસ અધિક્ષક નિતિશ પાંડે, નોડલ ઓફિસર ડામોર, નાયબ પોલીસ અધિક્ષક સિંઘાલ તથા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ્સે મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો, તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલ ટાઈમ સેક્રેટરી ડી.બી.તિવારી તથા કોર્ટના કર્મચારીઓએ લોક અદાલત સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી,
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસનું છાણાં અને ગેસના બાટલા સાથે વિરોધ પ્રદર્શન:​જૂનાગઢમાં મોંઘવારી સામે કોંગ્રેસની મહિલાઓ મેદાને, 'હાય રે ભાજપ હાય હાય' ના નારા લગાવ્યાં​
    Next Article
    કાળાબજારીયાઓને પકડાવો અને મેળવો રોકડ ઇનામ:વિશ્વ ગ્રાહક અધિકાર દિને ગેસ સંગ્રહખોરો વિરુદ્ધ રાષ્ટ્રીય જાગૃતિ અભિયાનનો શંખનાદ ફૂંકાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment