Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વામિત્રી નદીમાં જીવના જોખમે મગરનું રેસ્ક્યૂ:ફાયર વિભાગના જવાનોએ જીવ જોખમમાં મૂકી સાડા ચાર ફૂટના મગરને બહાર કાઢ્યો

    10 hours ago

    સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં મગરોની હાજરી હવે નવી વાત નથી. તાજેતરમાં નદીના પાણીમાં એક મગર મૃત અવસ્થામાં પડેલો હોવાની માહિતી મળતાં વન વિભાગે તાત્કાલિક વડીવાડી ફાયર સ્ટેશનની મદદ માગી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો હતો. ફાયર વિભાગના જવાનોએ જીવ જોખમમાં મુક્યો વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગર જોવા મળતા હોય છે. ત્યારે નદીમાં ઉતરવું કોઈપણ વ્યક્તિ માટે જીવને જોખમ સમાન બની શકે છે. ત્યારે આજે ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે જોખમી પરિસ્થિતિ વચ્ચે પોતાની કામગીરીની પણ અગ્નિ પરીક્ષા જેવા મળી હતી. નદીના ઊંડા અને જોખમી ભાગમાં પડેલા મગરને બહાર કાઢવા માટે ફાયર વિભાગના બે જવાનોએ જીવની પરવા કર્યા વિના નદીમાં ઉતરીને ઓપરેશન હાથ ધર્યું હતું. મગરના મૃતદેહને વન વિભાગને સોંપાયો આ કામગીરીમાં માનસિંગ સોલંકી અને ગણેશ નિઝામા નામના બંને જવાનોએ પોતાની બહાદુરીનો પરિચય આપ્યો હતો. બંનેએ ભારે જહેમત ઉઠાવીને મગરને સુરક્ષિત રીતે નદી કાંઠે લાવ્યા હતાં. રેસ્ક્યૂ પૂર્ણ થયા બાદ મગરને આગળની તપાસ માટે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. ડિકમ્પોઝ હાલતમાં સાડા ચાર ફૂટનો મગર મળી આવ્યોઃ અધિકારી આ અંગે વન વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારી કરણરાજસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આજે વિશ્વામિત્રી નદીમાં મૃત મગર દેખાતા અમારી ટીમ ત્યાં પહોંચી હતી. અહીંયાથી ડિકમ્પોઝ હાલતમાં સાડા ચાર ફૂટનો મગર મળી આવ્યો છે. હાલમાં વન વિભાગની પ્રોસિજર મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    2026માં લેપટોપ 40% સુધી મોંઘા થશે!:AI લેપટોપની વધતી માંગે ભાવ વધાર્યો, ખરીદતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું
    Next Article
    ગુજરાતના 500 ગામો બનશે ‘પ્રાકૃતિક ગ્રામ’:ક્લસ્ટર અભિગમથી ખેડૂતોને મળશે સીધું બજાર, પેકેજિંગ અને પરિવહન ખર્ચમાં થશે મોટો ઘટાડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment