Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2026માં લેપટોપ 40% સુધી મોંઘા થશે!:AI લેપટોપની વધતી માંગે ભાવ વધાર્યો, ખરીદતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

    8 hours ago

    છેલ્લા એક વર્ષમાં ટેકનોલોજીમાં AI સૌથી મોટો સેલિંગ પોઈન્ટ બનીને ઉભરી આવ્યું છે. હવે માત્ર ફોન જ નહીં, ટીવી, ફ્રિજ, એસી અને અહીં સુધી કે વોટર પ્યુરિફાયર પણ AI ટેગ સાથે વેચાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કંપનીઓ AI લેપટોપને ભવિષ્યની જરૂરિયાત જણાવી રહી છે. આ જ કારણ છે કે, વૈશ્વિક AI બૂમના કારણે મેમરી, સ્ટોરેજ અને CPU જેવા મુખ્ય કમ્પોનન્ટ મોંઘા થઈ રહ્યા છે, જેનાથી 2026માં લેપટોપની કિંમતોમાં 35 થી 40% નો વધારો જોવા મળી શકે છે. શું ખરેખર AI લેપટોપ આપણી જરૂરિયાત છે? સામાન્ય લેપટોપ અને AI લેપટોપ વચ્ચેનો તફાવત AI લેપટોપમાં ત્રણ ચિપ્સ, સામાન્યમાં બે સામાન્ય લેપટોપમાં બે ચિપ હોય છે. CPU અને GPU. AI લેપટોપમાં આની સાથે ત્રીજો ખાસ પ્રોસેસર જોડાય છે, જેને NPU કહે છે. આ AI સંબંધિત કાર્યો માટે બનેલું હોય છે, જેમ કે ઇમેજ ઓળખવી, ભાષા સમજવી, ટેક્સ્ટ પ્રોસેસિંગ વગેરે. NPU AI કામ સીધા લેપટોપ પર જ કરી દે છે. એટલે કે દર વખતે ઇન્ટરનેટ પર નિર્ભર રહેવાની જરૂર પડતી નથી. AI લેપટોપમાં આ ચાર ફીચર્સ વધારાના લેપટોપ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો સામાન્ય યુઝર્સ - ઓફિસ, અભ્યાસ, મનોરંજન માટે જો તમારું કામ ઇન્ટરનેટ સર્ફ કરવા, ઇમેઇલ, ઑનલાઇન ક્લાસ, વીડિયો જોવા કે ફોટો-એડિટિંગ સુધી સીમિત છે, તો AI લેપટોપની જરૂર નથી. નોર્મલ લેપટોપથી કામ થઈ જશે. આ ફીચર્સ પર ધ્યાન આપો. પાવર યુઝર્સ - પ્રોફેશનલ, ક્રિએટર, ડેવલપર્સ માટે જો તમારું કામ કોડિંગ, AI ટૂલ્સ, ડેટા સાયન્સ, વીડિયો એડિટિંગ, 3D ડિઝાઇન અથવા મલ્ટિટાસ્કિંગ સાથે સંકળાયેલું છે, તો AI ફરક લાવી શકે છે. આ સુવિધાઓને પ્રાધાન્ય આપો. કિંમત - AI લેપટોપ 25% સુધી મોંઘા હોય છે AI લેપટોપને AI PC અથવા કોપાયલટ પ્લસ PC પણ કહેવામાં આવે છે. તે સામાન્ય સ્પેસિફિકેશન્સવાળા લેપટોપની તુલનામાં સામાન્ય રીતે 15 થી 25% સુધી મોંઘા હોય છે. ઉદાહરણ તરીકે, લેનોવોની AI લેપટોપ સિરીઝ ઓરા એડિશનની શરૂઆતની કિંમત લગભગ ₹94,000 રૂપિયા છે, જ્યારે લેનોવોના i7 પ્રોસેસરવાળા લેપટોપની રેન્જ લગભગ ₹71,000 રૂપિયાથી શરૂ થાય છે.
    Click here to Read More
    Previous Article
    30% of Pimpri-Chinchwad hotels shut down as commercial gas supplies vanish amid West Asia conflict, MNGL comes to rescue
    Next Article
    વિશ્વામિત્રી નદીમાં જીવના જોખમે મગરનું રેસ્ક્યૂ:ફાયર વિભાગના જવાનોએ જીવ જોખમમાં મૂકી સાડા ચાર ફૂટના મગરને બહાર કાઢ્યો

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment