Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાભીના રૂમમાંથી પ્રેમી પકડાતા મામલો બિચક્યો:બે મહિલાને ચાર શખ્સોએ ધોકાવાળી કરી ગાળો ભાંડી, ઘોઘાના સાણોદરમાં પ્રેમસંબંધના મામલે સામસામી મારામારી

    17 hours ago

    ઘોઘા તાલુકાના સાણોદર ગામના નવાપરા વિસ્તારમાં મોડી રાત્રે ભાભીના રૂમમાંથી અજાણ્યા પુરુષનો અવાજ આવતા જાગી ગયેલી નણંદ અને મોટા બાએ તપાસ કરતા ગામનો જ શખ્સ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ સામા પક્ષના ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી યુવતીને ઈજા પહોંચાડી હતી. જ્યારે સામાપક્ષે એક યુવકને પણ ઈજા પહોંચી હતી. આ મામલે યુવતીએ ચાર શખ્સો વિરુદ્ધ નામજોગ ઘોઘા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ભાભીના રૂમમાંથી અજાણ્યા શખસનો અવાજ નણંદને સંભાળ્યો આ બનાવ અંગે ઘોઘા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સાણોદર ગામના નવાપરા વિસ્તારમાં રહેતી યુવતી ગત 7 માર્ચ, 2026ના રોજ રાત્રે તેના મોટા બાપુના ઘરે સુવા ગઈ હતી. રાત્રિના સમયે તેની ભાભી પોતાના રૂમમાં એકલા હતા, તે દરમિયાન યુવતી પાણી પીવા જાગતા ભાભીના રૂમમાંથી કોઈ પુરુષનો અવાજ સંભળાયો હતો. ​યુવતી અને તેના મોટા બાએ દરવાજો ખખડાવતા અંદરથી ગામનો જ શખસ મળી આવ્યો હતો. પકડાઈ જવાની બીકે શખ્સ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ચાર શખ્સોએ ગાળાગાળી કરી બા અને યુવતીને ધક્કે ચડાવ્યા હતાં ​આ ઘટના બાદ દેકારો થતા ઘરમાં ઘૂસેલા શખસના પક્ષના ચાર શખ્સો શેરીમાં ધસી આવ્યા હતાં. આ શખ્સોએ ગાળાગાળી કરી બા અને યુવતીને ધક્કે ચડાવ્યા હતાં. જેમાં યુવકે નામના શખ્સે લાકડાના ધોકા વડે હુમલો કરતા યુવતીને જમણા હાથે ઈજા થઈ હતી. સામ-સામી મારામારીમાં યુવકને પણ માથાના ભાગે ઈજા પહોંચી હતી. આ ​બનાવ અંગે 112ને તેમજ 108 ફોન કરતા ટીમો દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતાં. ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ભોગ બનનાર યુવતીએ જણાવ્યું કે, અગાઉ 9 માર્ચના રોજ અરજી કરવામાં આવી હતી, પરંતુ સામા પક્ષના શખ્સો પાડોશમાં જ રહેતા હોય અને સતત ડરાવતા-ધમકાવતા હોવાથી અંતે હિંમત કરી પોલીસ મથકે યુવતીએ ચારેય વિરુદ્ધ બી.એન.એસની કલમ 115(2), 54, 352 તથા જી.પી.એક્ટ 135 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદીએ શ્રીકૃષ્ણને સવા બે કિલો ચાંદીનો મુગટ અર્પણ કર્યો:ભાલકાતીર્થને યોગેશ પટેલે પરિવાર સાથે ભેટ ધર્યો, મુગટ બારીક મીનાકામ અને નકશીકામથી સુશોભિત
    Next Article
    સમગ્ર દેશમાં આજે લોક અદાલતનું આયોજન:અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે અકસ્માત વળતરના બે કેસોમાં 1 કરોડથી વધુનું વળતર ચૂકવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment