Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદીએ શ્રીકૃષ્ણને સવા બે કિલો ચાંદીનો મુગટ અર્પણ કર્યો:ભાલકાતીર્થને યોગેશ પટેલે પરિવાર સાથે ભેટ ધર્યો, મુગટ બારીક મીનાકામ અને નકશીકામથી સુશોભિત

    4 days ago

    પ્રભાસ પાટણના પવિત્ર ભાલકા તીર્થ ખાતે ભગવાન શ્રીકૃષ્ણને સવા બે કિલો ચાંદીનો કલાત્મક મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. અમદાવાદના યોગેશભાઈ પટેલના પરિવારે આ મુગટ ભેટ આપ્યો છે. આ મુગટ બારીક મીનાકામ અને કલાત્મક નકશીકામથી સુશોભિત છે, જે ભગવાનના નિત્ય શૃંગારમાં ઉપયોગમાં લેવાશે. ભાલકા તીર્થ ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે સંકળાયેલું અત્યંત પવિત્ર સ્થળ છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ જ સ્થળે ભગવાને પારધીને વૈકુંઠની પ્રાપ્તિ કરાવી હતી અને કર્મના સિદ્ધાંતનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ભૂમિ દેશભરના હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. ફાગણ વદ દશમ અને શનિવારના શુભ દિવસે આ મુગટ અર્પણ કરાયો હતો. આ ચાંદીનો મુગટ તૈયાર કરવામાં લગભગ ચાર મહિનાનો સમય લાગ્યો હતો. કારીગરોએ બારીક કારીગરી અને મીનાકામથી તેને અનોખી આકર્ષકતા આપી છે. દાતા પરિવારે ભક્તિભાવપૂર્વક અને વિધિવત રીતે આ મુગટ શ્રી સોમનાથ ટ્રસ્ટને સુપરત કર્યો હતો. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો. જે.ડી. પરમારે દાતા પરિવારનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ મુગટ હવે ભગવાન શ્રીકૃષ્ણના વિશેષ શૃંગાર પ્રસંગોમાં ઉપયોગમાં લેવાશે. નવા મુગટ સાથે ભગવાનના દર્શન કરી ભક્તોએ આધ્યાત્મિક આનંદ અને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ભાલકા તીર્થ ખાતે ભક્તિ અને આસ્થાનું સુંદર વાતાવરણ સર્જાયું હતું.
    Click here to Read More
    Previous Article
    રાજકોટનાં કોસ્મોપ્લેક્સ સિનેમામાં આગ:સ્ક્રીન પાસે આવેલા દરવાજા અને બારીના ભાગે આગ લાગતા અફરાતફરી સર્જાઈ, ફાયર વિભાગે મિનિટોમાં કાબુ મેળવ્યો, આજના તમામ શો રદ્દ કરાયા
    Next Article
    ભાભીના રૂમમાંથી પ્રેમી પકડાતા મામલો બિચક્યો:બે મહિલાને ચાર શખ્સોએ ધોકાવાળી કરી ગાળો ભાંડી, ઘોઘાના સાણોદરમાં પ્રેમસંબંધના મામલે સામસામી મારામારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment