Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસના ભાવ વધારા અને અછત મુદ્દે 'આપ'નો વિરોધ:ઘોઘાગેટ પાસે કાર્યકરો બળતણનો ભારો સળગાવવા જતાં પોલીસે અટકાયત કરી

    14 hours ago

    દેશભરમાં રાંધણ ગેસના બાટલા માટે સર્જાયેલી લાંબી કતારો અને વધતા જતા ભાવોના વિરોધમાં આજરોજ ભાવનગર શહેરના હાર્દ સમા એવા ઘોઘાગેટ ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પોસ્ટરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વેળાએ પોલીસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. વિવિધ લખાણના પોસ્ટર અને લાકડાના ભારા સાથે વિરોધ ​આપ દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન 'આપ'ના કાર્યકરોએ હાથમાં બેનરો રાખ્યા હતા, જેમાં ભાજપના નેતાઓ દ્વારા ગેસનું કાળું બજાર કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. સામાન્ય જનતા ગેસ માટે લાઈનોમાં ઉભી છે અને બીજી તરફ કાળું બજાર થઈ રહ્યું છે, જે હવે સહન કરવામાં નહીં આવે. મોંઘવારીના વિરોધમાં કાર્યકરોએ લાકડાના બળતણનો ભારો સળગાવી પોતાનો રોષ વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ તમામની અટકાયત કરી કાર્યકરોનું કહેવું હતું કે, ગેસના ભાવ એટલા વધી ગયા છે કે, સામાન્ય માણસે ફરી ચૂલા પર રસોઈ કરવાનો વારો આવ્યો છે. જ્યારે કાર્યકરો બળતણ સળગાવવાનો પ્રયાસ કરવા જતા પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની પોલીસે તેમની અટકાયત કરી હતી. ​​આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ નેતાઓ ગીર સોમનાથમાં, જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે:આગામી ચૂંટણી માટે કાર્યકર્તાઓ સાથે રણનીતિ પર ચર્ચા થશે
    Next Article
    ઘોઘાના સાણોદરમાં પ્રેમસંબંધના મામલે સામસામી મારામારી:ભાભીના રૂમમાંથી પ્રેમી પકડાતા મામલો બિચક્યો, બે મહિલાઓને ચાર શખ્સોએ ધોકાવાળી કરી ગાળો ભાંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment