Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ નેતાઓ ગીર સોમનાથમાં, જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે:આગામી ચૂંટણી માટે કાર્યકર્તાઓ સાથે રણનીતિ પર ચર્ચા થશે

    13 hours ago

    કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, તુષાર ચૌધરી અને ગુજરાત પ્રભારી આવતીકાલે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લેશે. તેઓ વેરાવળ બાયપાસ પાસે નવા જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે અને આગામી ચૂંટણીઓ માટે કાર્યકર્તાઓ સાથે રણનીતિ પર ચર્ચા કરશે. કાર્યક્રમ અનુસાર, સવારે 9:30 કલાકે નેતાઓ સોમનાથ મહાદેવના દર્શન કરશે. ત્યારબાદ સવારે 10:30 કલાકે વેરાવળ બાયપાસ, નમસ્તે ચોકડી પાસે નવનિર્મિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહ બાદ, કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ સાથે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓ અંગે વાર્તાલાપ કરશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઊંજાભાઈ વંશ દ્વારા ચૂંટણીની રણનીતિ તૈયાર કરીને તેની સમીક્ષા કરવામાં આવશે. સવારે 11 કલાકે જિલ્લા કાર્યાલયના ઉદ્ઘાટન પછી, જિલ્લાભરના કોંગ્રેસ વિચારધારા સાથે સંકળાયેલા લોકોની જનમેદનીને સંબોધવા માટે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ધો.10 નાપાસ 'મુન્નાભાઈ MBBS'ના લોકોના જીવન સાથે ચેડા; ભેસ્તામાં રખડતા કૂતરાનો ત્રાસ, બે બાળકોને બચકાં ભર્યા
    Next Article
    ગેસના ભાવ વધારા અને અછત મુદ્દે 'આપ'નો વિરોધ:ઘોઘાગેટ પાસે કાર્યકરો બળતણનો ભારો સળગાવવા જતાં પોલીસે અટકાયત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment