Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘોઘાના સાણોદરમાં પ્રેમસંબંધના મામલે સામસામી મારામારી:ભાભીના રૂમમાંથી પ્રેમી પકડાતા મામલો બિચક્યો, બે મહિલાઓને ચાર શખ્સોએ ધોકાવાળી કરી ગાળો ભાંડી

    10 hours ago

    ઘોઘા તાલુકાના સાણોદર ગામના નવાપરા વિસ્તારમાં મોડી રાત્રે ભાભીના રૂમમાંથી અજાણ્યા પુરુષનો અવાજ આવતા જાગી ગયેલી નણંદ અને મોટા બાએ તપાસ કરતા ગામનો જ શખ્સ રંગેહાથ ઝડપાઈ ગયો હતો, ત્યારબાદ સામા પક્ષના ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી યુવતીને ઈજા પહોંચાડી હતી, જ્યારે સામાપક્ષે રાહુલ ને પણ ઈજા પહોંચી હતી, આ મામલે યુવતીએ ચાર શખ્સો વિરુદ્ધ નામજોગ ઘોઘા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે ઘોઘા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સાણોદર ગામના નવાપરા વિસ્તારમાં રહેતી કોમલ મકવાણા એ ગત તા.7/3/26 ના રોજ રાત્રે તેના મોટા બાપુ રૂપાભાઇ મકવાણાના ઘરે સુવા ગઈ હતી, રાત્રિના સમયે તેની ભાભી આરતી પોતાના રૂમમાં એકલા હતા દરમિયાન કોમલ પાણી પીવા જાગતા ભાભીના રૂમમાંથી કોઈ પુરુષનો અવાજ સંભળાયો હતો, ​કોમલબેન અને તેના મોટા બા લાભુબેને દરવાજો ખખડાવતા અંદરથી ગામનો જ અજય ઘુઘાભાઈ હળવદીયા મળી આવ્યો હતો, પકડાઈ જવાની બીકે અજય ત્યાંથી ભાગી છૂટ્યો હતો, ​આ ઘટના બાદ દેકારો થતા અજયના પક્ષના ચાર શખ્સો રાહુલ રસીકભાઈ હળવદીયા, અનિલ હિંમતભાઈ હળવદીયા, સુનીલ રસીકભાઈ હળવદીયા અને વિજય ઘુઘાભાઈ હળવદીયા શેરીમાં ધસી આવ્યા હતા, આ શખ્સોએ ગાળાગાળી કરી લાભુબેન અને કોમલને ધક્કે ચડાવ્યા હતા, જેમાં રાહુલ નામના શખ્સે લાકડાના ધોકા વડે હુમલો કરતા કોમલને જમણા હાથે ઈજા થઈ હતી, સામ-સામી મારામારીમાં રાહુલને પણ માથાના ભાગે ઈજા પહોંચી હતી, આ ​બનાવ 112 ને તેમજ 108 ફોન કરતા ટીમો દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતા, ભોગ બનનાર યુવતીએ જણાવ્યું કે, અગાઉ તા.9/3 ના રોજ અરજી કરવામાં આવી હતી, પરંતુ સામા પક્ષના શખ્સો પડોશમાં જ રહેતા હોય અને સતત ડરાવતા-ધમકાવતા હોવાથી અંતે હિંમત કરી પોલીસ મથકે કોમલએ રાહુલ, અનિલ, સુનિલ તથા વિજય વિરુદ્ધ બી.એન.એસની કલમ 115(2), 54, 352 તથા જી.પી.એક્ટ 135 મુજબ ચારેય વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગેસના ભાવ વધારા અને અછત મુદ્દે 'આપ'નો વિરોધ:ઘોઘાગેટ પાસે કાર્યકરો બળતણનો ભારો સળગાવવા જતાં પોલીસે અટકાયત કરી
    Next Article
    'સરકારના આદેશના કારણે બે સમાજની અવગણના':સરકારી કર્મચારીની બીજી પત્નીને ગવર્નમેન્ટની હોસ્પિટલનો લાભ નહીં મળે; મુસ્લિમ આગેવાન બોલ્યા- આ મહિલાઓ સાથે અન્યાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment