Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને રાષ્ટ્ર ધ્વજનું અપમાન કર્યું':'સ્ટેડિયમાં બિભત્સ વર્તન કર્યું', તિરંગાના અપમાન બદલ ફરિયાદ દાખલ કરવા વડોદરામાં અરજી

    11 hours ago

    વડોદરાના સામાજીક આગેવાન દ્વારા ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન વિરુદ્ધ રાષ્ટ્રધ્વજના અપમાન અને સ્ટેડિયમમાં બિભત્સ વર્તન કરવા બદલ પોલીસ સ્ટેશમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રાષ્ટ્ર ધ્વજનું અપમાન અને અમદાવાદ સ્ટેડિયમાં બિભત્સ વર્તન કર્યાનો આક્ષેપ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા વિરુદ્ધ તિરંગાના અપમાનને લઈને અગાઉ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદ બેંગલુરુના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં પુણેના વકીલ વાજીદ ખાન બિડકરે કરી હતી. તિરંગાનું સન્માન ન કરવાના આરોપ સાથે પોલીસમાં અરજી ભારતની T20 વર્લ્ડકપ જીત બાદ અમદાવાદમાં ઉજવણી દરમિયાન પંડ્યા પર તિરંગાનું સન્માન ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે આજે વડોદરામાં કારેલીબાગ પોલીસ મથકમાં કેટલાક સામાજિક આગેવાન દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવા અરજી આપવામાં આવી છે. આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ટીમ ઈન્ડિયાની જીત બાદ મેદાન પર ઉજવણી કરતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એક વીડિયોમાં પંડ્યા પોતાના ખભા પર તિરંગો ઓઢીને મેદાન પર નાચતા અને દોડતા જોવા મળી રહ્યા છે. પોતાની ગર્લફ્રેન્ડ સાથે સ્ટેજ પર સૂતેલા જોવા મળ્યા આરોપ છે કે ઉજવણી દરમિયાન પંડ્યા પોતાની ગર્લફ્રેન્ડ સાથે સ્ટેજ પર સૂતેલા જોવા મળ્યા હતા, જ્યારે તે સમયે પણ તેમના ખભા પર તિરંગો હતો. સાથે ઈશાન કિશને પણ તિરંગાનું અપમાન કર્યું છે ત્યારે બંને સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ કરી છે. જાગૃત નગરી અને સામાજિક આગેવાન રાજેશકુમાર ગોયલે આ મામલે જણાવ્યું હતું કે, આજે અમે કારેલીબાગ પોલીસ મથકમાં આવ્યા છીયે. ભારત દેશનો રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાને કહ્યું- અબુ ધાબી-બહેરીનમાં અમેરિકી સૈન્ય મથકો પર હુમલો કર્યો:દાવો- ખાર્ગ આઈલેન્ડ બાદ હવે મૂસા ટાપુને નિશાન બનાવી શકે છે અમેરિકા
    Next Article
    ગેસ સિલિન્ડરની અછતને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન:'સરકાર શરમ કરો', ગેસના ભાવ વધારો પાછો ખેંચોના સૂત્રોચ્ચા સાથે દેખાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment