Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસ સિલિન્ડરની અછતને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન:'સરકાર શરમ કરો', ગેસના ભાવ વધારો પાછો ખેંચોના સૂત્રોચ્ચા સાથે દેખાવો

    12 hours ago

    છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં ગેસની અછતની બૂમો ઉઠી રહી છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગેસનો ભાવ વધારો પાછો ખેંચવાની માગ સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ગેસના ભાવમાં વધારો કરીને લોકોને ભારે મુશ્કેલી કોંગ્રેસના આગેવાનોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં છેલ્લા ચાર દિવસથી નાગરિકો ગેસનો બોટલ મેળવવા માટે લાઈનો લગાવી રહ્યા છે. તેઓને ગેસના બોટલ મળી રહ્યા નથી. સામાન્ય નાગરિકો કામ ધંધો છોડીને લાઈનોમાં ઉભા જોવા મળે છે, ત્યારે સરકારે ગેસના ભાવમાં વધારો કરીને મધ્યમ વર્ગના લોકો ઉપર પડતા ઉપર પાટુ જેવો ઘાટ કર્યો છે. સરકારે ભાવ પાછો ખેંચવો જોઈએ. ગેસ સિલિન્ડરની કાળાબજારી બંધ કરો કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોશીએ આક્ષેપ કર્યો હતો કે, ગેસના બોટલની અછત ઉભી કરીને તેની કાળાબજારી કરવામાં આવી રહી છે. સામાન્ય માણસને આમ પણ ગેસના બોટલનો ભાવ પોષાય તેમ નથી તેવામાં કાળાબજારમાં વધુ રૂપિયા આપીને બોટલ ખરીદવો પડે છે, ત્યારે આ કાળાબજારી પણ બંધ કરાવવી જોઈએ અને જે લોકો કાળાબજારી કરતા હોય તેઓ સામે પગલાં ભરવા જોઈએ. લોકો ચાર દિવસથી લાઈન લગાવી રહ્યા છે વડોદરા શહેરમાં છેલ્લા ચાર દિવસથી વિવિધ ગેસ એજન્સીઓની બહાર નાગરિકો ગેસનો સિલિન્ડર મેળવવા માટે કતાર લગાવી રહ્યા છે. કેટલાક લોકોએ તો ઓનલાઇન બુકીંગ કરાવ્યું હોવા છતાં તેઓને સિલિન્ડર મળી રહયા નથી. ત્યારે હજુ કેટલાક દિવસ આ પરિસ્થિતિ ચાલશે અને લોકોએ ક્યાં સુધી આમ ને આમ લાઈનોમાં ઉભું રહેવું પડશે તેવા સવાલો લોકો પૂછી રહયા છે.
    Click here to Read More
    Previous Article
    'હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને રાષ્ટ્ર ધ્વજનું અપમાન કર્યું':'સ્ટેડિયમાં બિભત્સ વર્તન કર્યું', તિરંગાના અપમાન બદલ ફરિયાદ દાખલ કરવા વડોદરામાં અરજી
    Next Article
    ગાંધીની ધરતી પર ગોડસેના વંશજને આમંત્રણ:સિટી લાઈટ વિસ્તારમાં વિવાદાસ્પદ પોસ્ટરો લાગતા કોંગ્રેસ લાલઘૂમ; કહ્યું- મહાત્માના હત્યારાનું મહિમામંડન કઈ રીતે સહન કરી શકાય?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment