Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાને કહ્યું- અબુ ધાબી-બહેરીનમાં અમેરિકી સૈન્ય મથકો પર હુમલો કર્યો:દાવો- ખાર્ગ આઈલેન્ડ બાદ હવે મૂસા ટાપુને નિશાન બનાવી શકે છે અમેરિકા

    1 day ago

    અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 15મો દિવસ છે. આ દરમિયાન ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ની નૌસેનાએ દાવો કર્યો છે કે તેણે આ વિસ્તારમાં આવેલા 3 અમેરિકી સૈન્ય મથકો પર હુમલા કર્યા છે. ઈરાની મીડિયા અનુસાર, IRGC નૌસેના પ્રમુખ એડમિરલ અલીરેઝા તંગસીરીએ જણાવ્યું કે આ હુમલાઓમાં અબુ ધાબીના અલ-ધફરા એરબેઝ અને બહેરીનના શેખ ઈસા એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા. તંગસીરીના દાવા મુજબ પેટ્રિઅટ રડાર સિસ્ટમ, સૈન્ય વિમાનો અને વિમાનોના ઈંધણ સંગ્રહ ટેન્કો પર હુમલા કરવામાં આવ્યા છે. જોકે, આ દાવાઓની અત્યાર સુધી કોઈ સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. બીજી તરફ, અમેરિકા હવે ઈરાનના કેટલાક અન્ય ટાપુઓ પર પણ સૈન્ય કાર્યવાહી કરી શકે છે. ખાર્ગ આઈલેન્ડને પહેલા જ નિશાન બનાવવામાં આવી ચૂક્યું છે. ‘અલ જઝીરા’ના રિપોર્ટ મુજબ, અમેરિકાનું આગામી નિશાન અબુ મૂસા આઈલેન્ડ હોઈ શકે છે. ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની તસવીરો ઈરાન Vs ઇઝરાયલ-અમેરિકા યુદ્ધની પળેપળની જાણકારી માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    કુલદીપ યાદવના લગ્નની વિધિઓ શરૂ:કોલકાતાના ફૂલોથી મંડપ સજાવવામાં આવ્યો; વિન્ટેજ કારમાં જાન નીકળશે, ધીરેન્દ્ર શાસ્ત્રી પણ મેરેજમાં સામેલ થવા પહોંચ્યા
    Next Article
    'હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને રાષ્ટ્ર ધ્વજનું અપમાન કર્યું':'સ્ટેડિયમાં બિભત્સ વર્તન કર્યું', તિરંગાના અપમાન બદલ ફરિયાદ દાખલ કરવા વડોદરામાં અરજી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment