Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુલદીપ યાદવના લગ્નની વિધિઓ શરૂ:કોલકાતાના ફૂલોથી મંડપ સજાવવામાં આવ્યો; વિન્ટેજ કારમાં જાન નીકળશે, ધીરેન્દ્ર શાસ્ત્રી પણ મેરેજમાં સામેલ થવા પહોંચ્યા

    17 hours ago

    ક્રિકેટર કુલદીપ યાદવ આજે (14 માર્ચ) પોતાની બાળપણની મિત્ર વંશિકા સિંહ સાથે લગ્ન કરી રહ્યો છે. મસૂરી સ્થિત ITC સેવોય હોટલમાં છેલ્લા ત્રણ દિવસથી લગ્નની વિધિઓ ચાલી રહી છે. બપોરે સાડા 12 વાગ્યે લંચ કર્યા બાદ હવે જાનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. હોટલમાં મંડપને કોલકાતાથી ગાવવામાં આવેલા ખાસ ફૂલોથી સજાવવામાં આવ્યો છે. જાન માટે ખાસ વિન્ટેજ કાર ગાવવામાં આવી છે, જેમાં કુલદીપ યાદવ વરરાજા બનીને જાન લઈને નીકળશે. તો વળી બેન્ડ-વાજા માટે દિલ્હીથી ખાસ 6 સભ્યોની ઢોલ વગાડતી ટીમ ગુરુવારથી જ મસૂરી પહોંચી ગઈ છે. આ દરમિયાન, કુલદીપ યાદવના લગ્નમાં હાજરી આપવા માટે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પણ દેહરાદૂન પહોંચી ગયા છે. તેઓ પણ લગ્ન સમારોહમાં સામેલ થાય તેવી શક્યતા છે. શુક્રવારે રાત્રે યોજાયેલા સંગીત અને કોકટેલ સેરેમનીમાં ક્રિકેટર સુરેશ રૈના, રિંકુ સિંહ અને યુઝવેન્દ્ર ચહલે વરરાજા સાથે જોરદાર ડાન્સ કર્યો હતો. સેરેમનીમાં દિલ્હીથી આવેલા સૂફી સિંગર અને લાઈવ પરફોર્મર બિસ્મિલ દ્વારા પ્રસ્તુતિ આપવામાં આવી હતી. મોડી રાત્રે પણ હોટલ પરિસરમાં જશ્નનો માહોલ રહ્યો હતો. શનિવારે સવારે મોહમ્મદ કૈફ પણ મસૂરી પહોંચી ગયા છે. સવારે મહેમાનોને નાસ્તામાં કાનપુરની સ્પેશિયલ ખસ્તા કચોરી અને દાળના વડા પીરસવામાં આવ્યા હતા. આ દરમિયાન હવામાન વિજ્ઞાન કેન્દ્ર, દેહરાદૂને જણાવ્યું છે કે આજે સાંજે મસૂરીમાં હવામાન બગડી શકે છે અને મોડી રાત્રે વરસાદ પડવાની શક્યતા છે. બીજી તરફ, યુઝવેન્દ્ર ચહલના રૂમની બાલ્કનીમાં એક વાંદરો ઘૂસી આવ્યો હતો, જેને તેણે ફળ આપીને પાછો મોકલી દીધો હતો. લગ્નની મુખ્ય વિધિઓ શરૂ કાર્યક્રમ મુજબ, સાંજે 4 વાગ્યે સાફા બાંધવાની વિધિ પૂર્ણ થઈ. હવે સાંજે જાન નીકળશે, પછી વરમાળા અને રાત્રે ફેરા થશે. ફેરા બાદ મોડી રાત સુધી મંડપની અન્ય પરંપરાગત વિધિઓ પૂર્ણ કરવામાં આવશે. આ લગ્ન સમારોહમાં ક્રિકેટ જગતની ઘણી હસ્તીઓ સામેલ થઈ શકે છે. જેમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર હાજર રહે તેવી શક્યતા છે. લગ્નનાં PHOTOS… કુલદીપ યાદવના લગ્નની પળેપળની અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    CBSE closes CTET February 2026 objection window on March 15: What happens next
    Next Article
    ઈરાને કહ્યું- અબુ ધાબી-બહેરીનમાં અમેરિકી સૈન્ય મથકો પર હુમલો કર્યો:દાવો- ખાર્ગ આઈલેન્ડ બાદ હવે મૂસા ટાપુને નિશાન બનાવી શકે છે અમેરિકા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment