Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરગઢડાના બોડીદરમાં યુવક પર સિંહણે હુમલો કર્યો:મધ પાડવા ગયેલા શખસ પર વનરાણી ત્રાટકી, બૂમાબૂમ કરતાં લોકોએ ભગાડીને બચાવ્યો, સારવાર હેઠળ

    12 hours ago

    ગીર ગઢડા પંથકમાં વન્ય પ્રાણીઓના રહેણાંક વિસ્તારમાં વધતા જતા વિતરણ વચ્ચે આજે બપોરે એક ભયાનક ઘટના સામે આવી છે. તાલુકાના બોડીદર ગામની સીમમાં મધ પાડવા ગયેલા રમેશ લેકુ વાઘેલા નામના યુવાન પર સિંહણે હુમલો કરતા પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગંભીર રીતે ઘાયલ યુવાનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગીર ગઢડાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. મિત્રો સાથે મધ પાડવા ગયો પ્રાપ્ત માહિતી અનુસાર, બોડીદર અને ડોળાસા ગામની સરહદે આવેલા 'ગડિયાનોપા' વિસ્તારમાં રમેશ વાઘેલા તેના 2 મિત્રો સાથે પરિવારનું ગુજરાન ચલાવવા માટે મધ પાડવા ગયો હતો. આ દરમિયાન અચાનક એક સિંહણ ત્યાં ચડી આવી હતી અને રમેશ પર ત્રાટકી હતી. સિંહણને જોઈ રમેશના બંને મિત્રો ભયના માર્યા નાસી છૂટ્યા હતા, જ્યારે સિંહણે રમેશને નિશાન બનાવ્યો હતો. હિંમત અને લોકટોળાના કારણે જીવ બચ્યો સિંહણના હુમલા છતાં રમેશે અપ્રતિમ હિંમત દાખવી હતી. તે જ સમયે રસ્તા પરથી પસાર થતા લોકોએ બૂમરાણ મચાવતા અને હાકલા-પડકારા કરતા સિંહણ ત્યાંથી હટી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં રમેશને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. વન વિભાગની કાર્યવાહી ઘટનાની જાણ થતા જ જસાધર વન વિભાગના RFO એલ.બી. ભરવાડના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર જીતેન્દ્ર બામભણીયા સહિતનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યારબાદ વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી સિંહણનું લોકેશન મેળવવા અને તેને ટ્રેક કરવાની કામગીરી હાથ ધરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વધતો ભય નોંધનીય છે કે, માત્ર 2 દિવસ અગાઉ જ શાણા વાંકિયા ગામમાં એક 8 વર્ષની બાળકી પર પણ સિંહણે હુમલો કર્યો હતો. ટૂંકા ગાળામાં બનેલી આ બીજી ઘટના સાબિત કરે છે કે સિંહ હવે જંગલ વિસ્તાર છોડીને ગ્રામ્ય વિસ્તારોમાં પોતાનો વસવાટ વધારી રહ્યા છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો અને શ્રમિકોમાં ભારે ફાળ પડી છે.
    Click here to Read More
    Previous Article
    ઉડ્ડયન ક્ષેત્રે ગુજરાતનો દબદબો:MRO Xpo India 2026માં ‘સ્ટેટ ઓફ ધ યર’ એવોર્ડથી સન્માનિત
    Next Article
    ગૌશાળા-પાંજરાપોળ માટે સરકારનો મોટો નિર્ણય:30 જૂન 2025 સુધી નોંધાયેલી સંસ્થાઓને પણ મળશે દૈનિક આર્થિક સહાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment