Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉડ્ડયન ક્ષેત્રે ગુજરાતનો દબદબો:MRO Xpo India 2026માં ‘સ્ટેટ ઓફ ધ યર’ એવોર્ડથી સન્માનિત

    9 hours ago

    નવી દિલ્હી ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ‘MRO Xpo India 2026’માં ગુજરાતના ફાળે વધુ એક સુવર્ણ સિદ્ધિ આવી છે. ભારતના ઉડ્ડયન નકશા પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખતા ગુજરાતને ‘MRO સ્ટેટ ઓફ ધ યર’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વિમાનની જાળવણી (Maintenance), સમારકામ (Repair) અને ઓવરહોલ (Overhaul) એટલે કે MRO ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે રાજ્ય સરકારે કરેલા અવિરત પ્રયાસોનું આ પરિણામ છે. વ્યૂહાત્મક આયોજન અને પ્રગતિશીલ નીતિઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કુશળ માર્ગદર્શન હેઠળ ગુજરાતે ઉડ્ડયન ક્ષેત્રે અનેક નવા આયામો સર કર્યા છે. રાજ્યની પ્રગતિશીલ નીતિઓ અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા આયોજનના કારણે આજે ગુજરાત સમગ્ર ભારતમાં MRO ઉદ્યોગ માટે એક ‘મોડેલ સ્ટેટ’ તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાત સરકાર વતી ગુજરાત રાજ્ય એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL) દ્વારા આ એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો. GUJSAIL અને અમદાવાદ એરપોર્ટનું મહત્વનું યોગદાન અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર અત્યાધુનિક MRO હેંગરનો વિકાસ એ GUJSAILનું એક સીમાચિહ્નરૂપ યોગદાન છે. આ સુવિધાને કારણે વિવિધ એરલાઇન્સ અને MRO સંસ્થાઓને વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થયું છે. આ પ્રકારની માળખાગત સુવિધાઓએ ગુજરાતને વૈશ્વિક રોકાણકારો માટે એરોસ્પેસ ક્ષેત્રે પ્રથમ પસંદગીનું સ્થળ બનાવ્યું છે. રોકાણકારો અને કુશળ માનવશક્તિનું કેન્દ્ર ગુજરાત પાસે હાલમાં સુવિકસિત એરપોર્ટ નેટવર્ક અને તકનીકી રીતે સજ્જ કુશળ માનવશક્તિનો વિશાળ સંગ્રહ છે. એરોસ્પેસ અને વિમાન જાળવણી ક્ષેત્રે નવીનતા લાવવા અને ઉદ્યોગો વચ્ચે સહયોગ વધારવા માટે સરકારની સતત પ્રતિબદ્ધતા આ એવોર્ડ દ્વારા સાબિત થઈ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ માન્યતા ભારતની ઉડ્ડયન ક્ષમતાઓને મજબૂત કરવાના અને ગુજરાતને ‘ગ્લોબલ એવિએશન હબ’ તરીકે સ્થાપિત કરવાના વિઝનને વધુ વેગ આપશે.
    Click here to Read More
    Previous Article
    વર્લ્ડકપ ટ્રોફી લઈને સૂર્યા-ગંભીર સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા, VIDEO:અભિષેક શર્માએ વૈષ્ણોદેવીના દર્શન કર્યા, કીર્તિ આઝાદે હનુમાન મંદિરે જવા પર સવાલ ઉઠાવ્યો હતો
    Next Article
    ગીરગઢડાના બોડીદરમાં યુવક પર સિંહણે હુમલો કર્યો:મધ પાડવા ગયેલા શખસ પર વનરાણી ત્રાટકી, બૂમાબૂમ કરતાં લોકોએ ભગાડીને બચાવ્યો, સારવાર હેઠળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment