Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌશાળા-પાંજરાપોળ માટે સરકારનો મોટો નિર્ણય:30 જૂન 2025 સુધી નોંધાયેલી સંસ્થાઓને પણ મળશે દૈનિક આર્થિક સહાય

    9 hours ago

    ગુજરાતના પશુપાલકો અને ગૌસેવા કરતી સંસ્થાઓ માટે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે એક દિવાળી જેવો ઉમદા અને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'ના કાર્યક્ષેત્રમાં ધરખમ વધારો કરતા સરકારે ગૌશાળા અને પાંજરાપોળની નોંધણીની સમયમર્યાદા લંબાવી દીધી છે. પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, હવે રાજ્યની વધુ ગૌસેવી સંસ્થાઓ આ યોજનાનો લાભ મેળવી શકશે. શું છે આ મહત્વપૂર્ણ સુધારો? અગાઉના નિયમ મુજબ, માત્ર 31-03-2022 પહેલા પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી સંસ્થાઓ જ આ સહાય મેળવવા માટે પાત્ર હતી. જોકે, વર્ષ 2023-24 બાદ અસ્તિત્વમાં આવેલી નવી સંસ્થાઓને આ યોજનાનો લાભ મળતો નહોતો. પશુપાલકો અને વિવિધ ટ્રસ્ટોની રજૂઆતને ધ્યાને રાખીને, હવે 30 જૂન, 2025 સુધીમાં નોંધાયેલી તમામ ગૌશાળા-પાંજરાપોળને આ યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય આગામી નાણાકીય વર્ષ એટલે કે 01-04-2026થી અમલી બનશે. 100થી વધુ નવી સંસ્થાઓને ફાયદો નોંધણીની સમયમર્યાદામાં કરાયેલા આ ફેરફારને કારણે રાજ્યની અંદાજે 100થી વધુ નવી ગૌસેવી સંસ્થાઓ યોજનાના દાયરામાં આવશે. જેના પરિણામે અંદાજે 10 કરોડ રૂપિયાની વધારાની સહાય આ સંસ્થાઓમાં આશ્રય લેતા અબોલ પશુઓના નિભાવ માટે ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી ગૌશાળાઓની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને પશુઓની જાળવણી વધુ સારી રીતે થઈ શકશે. 3 વર્ષમાં 1,364 કરોડની સહાય મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2022-23માં અંબાજી ખાતેથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ પાંજરાપોળ અને ગૌશાળાને પશુ દીઠ દૈનિક 30 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોઈએ તો, સપ્ટેમ્બર-2025 સુધીમાં રાજ્યની 1600થી વધુ સંસ્થાઓના 4.50 લાખથી વધુ પશુઓ માટે કુલ 1,364 કરોડ રૂપિયાની સહાય સીધી ચૂકવી દેવામાં આવી છે. સેવાભાવી પ્રવૃત્તિને આર્થિક પીઠબળ રાજ્ય સરકારના આ ઉદાર અભિગમ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌશાળાઓ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓને આર્થિક બળ પૂરું પાડવાનો છે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગૌવંશના હિતમાં ચાલતા ટ્રસ્ટોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ગૌમાતાના પોષણ અને સંવર્ધન માટે પ્રતિબદ્ધ સરકારનો આ નિર્ણય રાજ્યમાં પશુપાલન ક્ષેત્રે નવી ક્રાંતિ લાવનારો સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    ગીરગઢડાના બોડીદરમાં યુવક પર સિંહણે હુમલો કર્યો:મધ પાડવા ગયેલા શખસ પર વનરાણી ત્રાટકી, બૂમાબૂમ કરતાં લોકોએ ભગાડીને બચાવ્યો, સારવાર હેઠળ
    Next Article
    Opinion: When It Counted, India Stood With The UAE

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment