Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તોડકાંડ'ના આરોપ પછી રાજકોટમાં રાજકીય ગરમાવો:ભાજપના પૂર્વ કોર્પોરેટર શહેર પ્રમુખ પાસે ખુલાસો આપવા પહોંચ્યા; કોંગ્રેસે સર્કિટ હાઉસ પહોંચીને ગંગાજળ છાંટ્યું

    14 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જ ભાજપના પૂર્વ કોર્પોરેટરનો કથિત લાંચની માગણી કરતા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ખળભળાટ મચ્યો છે. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ ખુલાસો પૂછવા અનિલ મકવાણાને આજે 14 માર્ચે કાર્યાલય પર બોલાવતા તેઓ કાર્યાલય પર પહોંચ્યા હતા. પ્રમુખ દ્વારા ત્રણ દિવસમાં ખુલાસો કરવા સૂચના આપી છે. તો બીજી તરફ અનિલ મકવાણા સર્કિટ હાઉસમાં બેસી પૈસાની લેતીદેતી કરતા હોવાનો કથિત વીડિયો સર્કિટ હાઉસનો હોવાથી કોંગ્રેસે આજે સર્કિટ હાઉસમાં ગંગાજળનો છંટકાવ કરી શુદ્ધીકરણ કર્યું હતું. સાથે જ રામધૂન બોલાવી ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં. આ સમયે પોલીસે તમામ કાર્યકર્તાની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. ખોટા બાંધકામ માટે લાખો રૂપિયા લેવાની વાતઃ કોંગ્રેસ NSUIનાં પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના નેતા આદિત્યસિંહ ગોહિલે જણાવ્યું કે, છેલ્લા 2-3 દિવસથી રાજકોટની જનતામાં અને મીડિયા દ્વારા ભાજપના પૂર્વ નગરસેવક અનિલ મકવાણા જે રીતે સામાન્ય નાગરિકો પાસેથી પ્લાન કમ્પ્લીશન અને ખોટા બાંધકામના નામે 3 લાખ, 4 લાખ અને તેમાંથી 1.50 લાખ રૂપિયા લેવાની વાતો કરી રહ્યા છે તે ગંભીર બાબત છે. સર્કિટ હાઉસના ટેબલ ઉપરથી એવું કહેવામાં આવે છે કે, કોન્ફરન્સ રૂમ ખોલી આપો, આ અમારું સર્કિટ હાઉસ છે અને અમારે અહીં બેસવાનું જ હોય. ‘જનતાને કાર્યાલયનો સંપર્ક કરવા અપીલ’ વધુમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા આજે સર્કિટ હાઉસનું શુદ્ધિકરણ કરવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અમારી જનતાને અપીલ છે કે, જો કોઈ ભાજપના સત્તાધીશો દ્વારા તમને દબાવવામાં આવતા હોય કે તોડ કરવામાં આવતો હોય તો નાગરિકો શહેર કોંગ્રેસ કાર્યાલયનો સંપર્ક કરે, કોંગ્રેસ તેમને ન્યાય અપાવવાનું કામ કરશે. પોલીસે ટીંગાટોળી સાથે તમામની અટકાયત કરી આજે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ સર્કિટ હાઉસમાં બેસીને રામધૂન બોલાવી હતી અને 'ભાજપ હાય હાય'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકરોએ હાથમાં બેનરો રાખ્યા હતા, જેમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધનાં સૂત્રો અને સીસીટીવી જાહેર કરવાની માગ કરવામાં આવી હતી. આ વિરોધની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. આ ઘટનાએ હાલ રાજકોટના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે. શહેર ભાજપ પ્રમુખ 3 દિવસમાં ખુલાસો આપવા કહ્યુંઃ અનિલ મકવાણા વાઈરલ વીડિયો અને પોતાના પર થયેલા આક્ષેપ અંગે અનિલ મકવાણાએ જણાવ્યું કે, માધવભાઈ દવે દ્વારા તેમને ત્રણ દિવસની અંદર લેખિત ખુલાસો આપવા સૂચના આપવામાં આવી છે. સાથે જ તેમણે જણાવ્યું કે દિલીપ વાગડિયાના ગેરકાયદે બાંધકામ અંગે તેઓ અધિકારીઓને રજૂઆત કરવા જઈ રહ્યા છે. રવિરત્ન પાર્ક સમગ્ર વિસ્તાર રેસિડેન્શિયલ ઝોનમાં આવે છે, છતાં અહીં કોમર્શિયલ બાંધકામ ઉભું કરવામાં આવ્યું છે. આવું બાંધકામ કરવા માટે જરૂરી મંજૂરી લેવી પડે છે, પરંતુ મંજૂરી લીધા વગર જ ગેરકાયદે બાંધકામ ઉભું કરવામાં આવ્યું છે, જે યોગ્ય નથી. સંડોવાયેલા અધિકારીઓ સામે કાર્યવાહીની માગ અનિલ મકવાણાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, રાજકોટ મહાનગરપાલિકાના ATPO પ્રદીપ કંડોલીયા અને વેસ્ટ ઝોન TPO ભાર્ગવ બરવાડિયા સાથે કોન્ટ્રાક્ટર દિલીપ પટેલની સાંઠગાંઠ હોવાના કારણે આ ગેરકાયદે બાંધકામ યથાવત્ રાખવામાં આવ્યું છે. સમગ્ર મામલે તેઓ મનપા કમિશનર તથા રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત વહીવટી અધિકારી રેમ્યા મોહનને પણ લેખિત રજૂઆત કરશે. સાથે જ આ મામલે સંડોવાયેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગ પણ કરશે. રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટરે સેટલમેન્ટના નામે 3 લાખ માંગ્યા, VIDEO ચૂંટણી સમયે જ વિવાદ વકર્યો ઉલ્લેખનીય છે કે, હાલ અનિલ મકવાણાનાં તોડકાંડને લઈને અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, અનિલ મકવાણા દ્વારા તેમને ખોટી રીતે સંડોવવામાં આવી રહ્યા હોવાનો બચાવ કરવામાં આવી રહ્યો છે. તો બીજીતરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ આ મામલે ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં ચૂંટણીઓ નજીક આવતી હોવાથી ભાજપ પ્રમુખ દ્વારા આ મામલે કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું મહત્વનું બની રહેશે. હાલ તો આ મુદ્દો રાજકીય રીતે વધુ ગરમાય તેવી શક્યતા લાગી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સિવિલમાં અંગદાનથી ચારને મળ્યું નવજીવન:ઝારખંડના યુવાને અંગો અને અમદાવાદના પ્રૌઢે આંખ-ચામડીનું દાન કર્યું
    Next Article
    'સરકારના આદેશના કારણે બે સમાજની અવગણના':જેને બે પત્ની હોય, તેની બીજી પત્નીને સરકારી હોસ્પિટલનો લાભ નહીં મળે; મુસ્લિમ આગેવાન બોલ્યા- આ મહિલાઓ સાથે અન્યાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment