Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સરકારના આદેશના કારણે બે સમાજની અવગણના':જેને બે પત્ની હોય, તેની બીજી પત્નીને સરકારી હોસ્પિટલનો લાભ નહીં મળે; મુસ્લિમ આગેવાન બોલ્યા- આ મહિલાઓ સાથે અન્યાય

    10 hours ago

    10 માર્ચ 2026ના રોજ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં સરકારી કર્મચારીઓ માટે “કુટુંબ”ની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. જેમાં એકથી વધુ પત્ની હોય તેવી સ્થિતિમાં બીજી પત્નીને સરકારી દવાખાનાની સારવારનો લાભ નહીં મળે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ત્યારે આદિવાસી નેતા ચૈતર વસાવા દ્વારા આ પરિપત્રનો વિરોધ કરવામાં આવ્યો છે અને પરિપત્ર પરત ખેંચવા માંગ કરી છે. બીજી પત્નીને તબીબી સારવારનો લાભ નહીં આ મુદ્દે આદિવાસી નેતા ચૈતર વસાવાએ સરકારના આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તાજેતરમાં 2015ના નિયમોમાં સુધારો કરીને નવો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં ગુજરાત સરકારમાં સેવા આપતા કોઈપણ સરકારી અધિકારી અથવા કર્મચારીને એકથી વધુ પત્ની હોય તો બીજી પત્નીને તબીબી સારવારનો લાભ આપવામાં નહીં આવે એવી જોગવાઈ કરવામાં આવી છે. બંને સમુદાયોમાં એકથી વધુ પત્ની રાખવાની માન્યતા ચૈતર વસાવાના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સરકારી સેવાઓમાં આદિવાસી તેમજ મુસ્લિમ સમુદાયના હજારો કર્મચારીઓ કાર્યરત છે. આ બંને સમુદાયોમાં તેમના વ્યક્તિગત કાયદા અને સામાજિક પરંપરાઓ મુજબ એકથી વધુ પત્ની રાખવાની માન્યતા છે. આવા સંજોગોમાં સરકારના આ પરિપત્રના કારણે મોટી સંખ્યામાં કર્મચારીઓ તથા તેમના પરિવારજનો સાથે અન્યાય થવાની શક્યતા છે. ઘણા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ શકે છે તેમણે વધુમાં કહ્યું કે, બીજી પત્નીને તબીબી લાભ નહીં મળે તો તેમના બાળકો પર પણ તેની સીધી અસર પડશે. જેના કારણે ઘણા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ખાસ કરીને આદિવાસી સમુદાયના ઘણા કર્મચારીઓ હાલ નિવૃત્તિના આરે છે, ત્યારે આ પ્રકારનો પરિપત્ર તેમના માટે ગંભીર સમસ્યા ઉભી કરી શકે છે. ચૈતર વસાવાની પરિપત્ર રદ કરવા માંગ આ કારણે ચૈતર વસાવાએ સરકારને આ પરિપત્ર તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી છે. સાથે જ તેમણે જણાવ્યું કે, આગામી સમયમાં આ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીનું ધ્યાન દોરવામાં આવશે અને આ પરિપત્ર રદ કરવાની માંગ કરવામાં આવશે. ગુજરાત સરકારનો આ પરિપત્ર UCCનો એક ભાગ હોવાનું લાગે છે આ મુદ્દે દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના કન્વીનર અસલમ સાયકલવાલાએ પણ સરકારના પરિપત્રની ટીકા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની દિશામાં આગળ વધી રહી છે અને આ પરિપત્ર તેનો જ એક ભાગ હોવાનું લાગે છે. તેમના મતે આ નિર્ણયથી ખાસ કરીને મુસ્લિમ અને આદિવાસી સમાજના કર્મચારીઓને સીધી અસર થશે. ઘણા એવા કર્મચારીઓ છે જેમને એકથી વધુ પત્ની છે અને જો બીજી પત્નીને તબીબી લાભ નહીં આપવામાં આવે તો તે મહિલાઓ સાથે અન્યાય સમાન છે. સરકારે તેમના વ્યક્તિગત જીવનમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં તેમણે વધુમાં જણાવ્યું કે, પહેલી પત્ની જેટલી જ બીજી પત્ની પણ હક્કદાર છે. ઇસ્લામ ધર્મમાં ચાર પત્ની કરવાની મંજૂરી છે તેમજ આદિવાસી સમાજમાં પણ એકથી વધુ પત્ની રાખવાની પરંપરા છે. તેથી સરકારને તેમના વ્યક્તિગત જીવનમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. જો કર્મચારી અને તેમના પરિવારને કોઈ વાંધો ન હોય તો સરકાર આ પરિપત્ર રદ કરે તેવી તેમણે માંગ કરી છે. આ સમાચાર પણ વાંચો ગુજરાત સરકારના કર્મચારી પર નિર્ભર ભાઈ-બહેનને પણ કેશલેસ સારવારનો લાભ રાજ્ય સરકારે આજે બે નિર્ણય લીધા છે. જેમાં હવે સરકારી કર્મચારી પર આર્થિક રીતે આધારિત હોય અને તેની સાથે રહેતા હોય તેવા ભાઈ-બહેનને પણ PMJAY હેઠળ મળતી કેશલેસ સારવારનો લાભ મળશે. તેમજ પીપીઓ બુક કે આધાર-પૂરાવાઓમાં નામમાં માનવાચક શબ્દનો તફાવત હશે તો પણ પેન્શન અટકાવાશે નહીં. નામમાં આ પ્રકારના તફાવત હશે તો પેન્શન અટકશે નહીં કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર “ભાઈ”, “કુમાર”, “દાસ”, “લાલ”, “બેન” જેવા માનવાચક શબ્દોને કારણે નામમાં થતી નાના તફાવતને ધ્યાનમાં લઈ પેન્શન ચુકવણી અટકાવવી યોગ્ય નથી. જો પી.પી.ઓ.માં નોંધાયેલ વ્યક્તિ અને આધાર-પુરાવામાં દર્શાવાયેલ વ્યક્તિ એક જ હોવાની પૂરતી ખાતરી થાય તો પેન્શનની ચુકવણી નિયમ મુજબ ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    'તોડકાંડ'ના આરોપ પછી રાજકોટમાં રાજકીય ગરમાવો:ભાજપના પૂર્વ કોર્પોરેટર શહેર પ્રમુખ પાસે ખુલાસો આપવા પહોંચ્યા; કોંગ્રેસે સર્કિટ હાઉસ પહોંચીને ગંગાજળ છાંટ્યું
    Next Article
    Farah Khan Recalls Breaking Down After Salman Khan's Emotional Scene In Jaan-E-Mann: 'He Actually Cried, My Heart Broke'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment