Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલમાં અંગદાનથી ચારને મળ્યું નવજીવન:ઝારખંડના યુવાને અંગો અને અમદાવાદના પ્રૌઢે આંખ-ચામડીનું દાન કર્યું

    12 hours ago

    અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માનવતાના અનોખા ઉદાહરણ તરીકે ઉભરી આવી છે. છેલ્લા એક અઠવાડિયામાં થયેલા બે મહત્વપૂર્ણ અંગદાન અને પેશીદાનના કિસ્સાઓએ અનેક પરિવારોમાં ખુશીની લહેર લાવી દીધી છે. એક 21 વર્ષીય યુવાનના અંગદાનથી 4 લોકોને નવજીવન મળ્યું છે, જ્યારે બીજા કિસ્સામાં પરિવારે આંખો અને ચામડીનું દાન કરીને દર્દીઓને નવી આશા પૂરી પાડી છે. શ્રમિક યુવાનના અંગદાનથી 4 લોકોને જીવતદાન ઝારખંડના રાંચીના વતની 21 વર્ષીય રાહુલ મુંડા પાવાગઢ પાસે હાલોલમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. બ્રેઈન હેમરેજ થતા 12 માર્ચે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં 13 માર્ચે ડોક્ટરોએ તેમને 'બ્રેઈન ડેડ' જાહેર કર્યા હતા. દુઃખની આ ઘડીમાં અંગદાન ટીમની સમજાવટથી પિતા રામુભાઈએ દીકરાના અંગો દાન કરવાનો હૃદયસ્પર્શી નિર્ણય લીધો. રાહુલના અંગદાનથી 1 લીવર, 1 સ્વાદુપિંડ અને 2 કિડની પ્રાપ્ત થઈ છે, જેનું પ્રત્યારોપણ સિવિલ મેડીસિટીની કિડની હોસ્પિટલમાં કરવામાં આવશે. ગીતામંદિરના પરિવારે પેશીદાન કરી નિભાવી સામાજિક જવાબદારી અન્ય એક કિસ્સામાં, અમદાવાદના ગીતામંદિર વિસ્તારના 52 વર્ષીય જયેશભાઈ ચાવડાનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. કાઉન્સેલર જીતેન્દ્ર પુવાર અને પત્રકાર હિતેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ પરિવારે સામાજિક જવાબદારી સ્વીકારી જયેશભાઈની 2 આંખો અને સ્કીન (ચામડી)નું દાન કર્યું. 12 માર્ચે લેવાયેલું આ દાન દાઝેલા દર્દીઓ અને દ્રષ્ટિહીન લોકો માટે આશીર્વાદરૂપ બનશે. તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષીના જણાવ્યા મુજબ, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 229 બ્રેઈન ડેડ વ્યક્તિઓ દ્વારા અંગદાનથી 736 દર્દીઓને નવું જીવન મળ્યું છે. હોસ્પિટલને અત્યાર સુધી કુલ 421 કિડની, 203 લીવર, 73 હ્રદય, 34 ફેફસા, 19 સ્વાદુપિંડ, 2 નાના આંતરડા, 6 હાથ, 41 સ્કીન અને 190 આંખો મળી કુલ 989 અંગ-પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે.
    Click here to Read More
    Previous Article
    પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ 300 વિદ્યાર્થિનીઓ સાથે ભોજન લીધું:વાંસદાની KGBV મુલાકાત લીધી, ઉનાઈ માતાજીના દર્શન કરશે
    Next Article
    'તોડકાંડ'ના આરોપ પછી રાજકોટમાં રાજકીય ગરમાવો:ભાજપના પૂર્વ કોર્પોરેટર શહેર પ્રમુખ પાસે ખુલાસો આપવા પહોંચ્યા; કોંગ્રેસે સર્કિટ હાઉસ પહોંચીને ગંગાજળ છાંટ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment