Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ 300 વિદ્યાર્થિનીઓ સાથે ભોજન લીધું:વાંસદાની KGBV મુલાકાત લીધી, ઉનાઈ માતાજીના દર્શન કરશે

    13 hours ago

    ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. વલસાડમાં બૂથ સ્તરના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યા બાદ તેઓ વાંસદા તાલુકાના જામલિયા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) પહોંચ્યા હતા. અહીં તેમણે 300 જેટલી વિદ્યાર્થિનીઓ સાથે મુલાકાત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ વિદ્યાલયમાં એવી 300 દીકરીઓ અભ્યાસ કરે છે જેમણે પોતાના માતા કે પિતા અથવા બંને ગુમાવ્યા છે. ભાજપ સરકાર દ્વારા BPL પરિવારની આવી દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે રહેવા-જમવાની ઉત્તમ વ્યવસ્થા સાથે આ સંસ્થા કાર્યરત છે. પ્રદેશ અધ્યક્ષે વિદ્યાર્થિનીઓ સાથે બેસીને ભોજન લીધું હતું અને સંસ્થાના સંચાલકો સાથે શિક્ષણલક્ષી ચર્ચાઓ કરી હતી. જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, તેમણે જવાબદારી સંભાળી ત્યારથી ફૂલહાર કે બુકેને બદલે પુસ્તકો સ્વીકારવાનો આગ્રહ રાખ્યો છે. અત્યાર સુધીમાં 11 લાખથી વધુ પુસ્તકો એકત્ર થયા છે, જે ગુજરાતના અંતરિયાળ અને ગરીબ વિસ્તારના બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા વિતરિત કરવામાં આવે છે. આ પ્રવાસ દરમિયાન પ્રદેશ અધ્યક્ષની સાથે સ્થાનિક આગેવાનો અને મંત્રીઓ પણ જોડાયા હતા. વાંસદા તાલુકાના સતીમાલી ગામે ₹1.20 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત પ્રાથમિક શાળાના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નેતાઓએ જણાવ્યું કે સરકારનો આ પ્રયાસ છેવાડાના માનવી સુધી શિક્ષણની સુવિધા પહોંચાડવાનો છે. પોતાના વ્યસ્ત પ્રવાસના અંતે જગદીશ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતના આસ્થાના કેન્દ્ર સમાન ઉનાઈ માતાજીના મંદિરે દર્શનાર્થે પહોંચશે. અહીં તેઓ સાંજની આરતીમાં સહભાગી થશે અને માતાજીના આશીર્વાદ મેળવી આગળના જિલ્લાના પ્રવાસ માટે રવાના થશે. ગણદેવીના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી નરેશ પટેલ જણાવ્યું હતું કે, ‘આજે વાંસદા તાલુકાના જામલિયા ખાતે ૩૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ નિવાસ સાથે ભણે છે એવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, જેનું બે માંથી કોઇનો એક પેરેન્ટ્સ હોય અથવા બંને ન હોય એવા બીપીએલ પરિવાર હોય છે, એવા પણ પરિવારને શોધી-શોધીને આવા પરિવારની દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તેનું ધ્યાન રાખીને અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે વાંસદા જેવા ઊંડાણના તાલુકામાં ૩૦૦ જેટલી વિદ્યાર્થિનીઓના નિવાસ સાથે માતબર રકમ ખર્ચીને એની નિવાસની ચિંતા કરી, એની બીજી વ્યવસ્થાની ચિંતા કરીને આ જ્યારે અહીંયા વિદ્યાલય ચાલે છે.’ ‘આનંદની વાત એ છે કે અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ગઈ કાલથી દક્ષિણ ગુજરાતના વલસાડના પ્રવાસે હતા. આજે વલસાડના બૂથ લેવલના કાર્યકર્તા સાથેનું સંમેલન હતું, વાર્તાલાપ હતી. ત્યાંથી એમને એમ થયું કે વાંસદાના કાર્યકર્તાઓને પણ મળવું જોઈએ અને ખાસ કરીને એમનો સ્વભાવ એ પ્રકારનો છે કે જ્યારથી પ્રદેશ અધ્યક્ષ બન્યા છે તે પહેલા પણ મંત્રી હતા, એ હર હંમેશ માટે આવી કોઈ આશ્રમશાળા હોય, ગ્રાન્ટેડ હોસ્ટેલ હોય, કોઈ વિદ્યાલય હોય એવી જગ્યા પસંદ કરીને અચાનક જાય છે ત્યાં બાળકો સાથે ભોજન લે છે, સંસ્થાના લોકો સાથે પણ મુલાકાત લે છે અને ખૂબ પ્રોત્સાહિત કરવાના એમના પ્રયત્નો હોય છે.’ ‘બાળકોને પણ ખૂબ પ્રોત્સાહિત કરે છે. આનંદની વાત એ છે કે જ્યારથી પ્રમુખ બન્યા ત્યારથી એ બુકેથી નહીં, ફૂલહારથી નહીં પણ બુકથી, ચોપડાથી એમનું સ્વાગત થાય એ એમના પ્રયત્ન રહ્યા છે. આજે જ એમની વાતમાં એમણે કહ્યું કે અત્યાર સુધીમાં 11લાખથી પણ વધારે બુકો આવી છે અને એ બુકો ગુજરાતની અંદર જે આવો ગરીબ વિસ્તાર હોય એવા વિસ્તારો પસંદ કરીને વિદ્યાર્થીઓને એ બુકો આપવામાં આવે છે, પ્રોત્સાહિત કરવામાં આવે છે. એ પ્રકારના ખૂબ સારા વિચારો સાથે અમારા પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીનો વિસ્તાર વધે એ તો પ્રયત્ન કરે જ છે પણ ગુજરાતની પ્રજા પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સુખાકારી તરફ, ગરીબમાં ગરીબ શિક્ષણથી વંચિત ન રહી જાય એને ખૂબ સારું શિક્ષણ મળે એ પણ સતત ચિંતા કરતા આવ્યા છે.’ 'આજે અહીંયાથી ડાંગના પ્રવાસે ગયા છે અને સાંજે ફરી પાછા રિટર્નમાં આ જ વાંસદા તાલુકાની અંદર લોકોનું આસ્થાનું સ્થળ દક્ષિણ ગુજરાત નહીં પણ સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોનું આસ્થાનું સ્થળ મા ઉનાઈ માતાજીના મંદિરે સાંજે રિટર્નમાં આવવાના છે. ત્યાં આરતીનો લાભ પણ લેવાના છે અને ત્યાં ભોજન લઈ આગળના જિલ્લામાં રવાના થશે એ પ્રકારનો આજનો એમનો કાર્યક્રમ હતો. અમને પણ અમારા અધ્યક્ષ ભૂરાભાઈ, અમારા પ્રભારી શંકરભાઈ આ બધા લોકોને સાથે રહેવાનો અવસર મળ્યો. આજે ૧ કરોડ ૨૦ લાખ રૂપિયાની પ્રાથમિક શાળા આ જ તાલુકાની અંદર સતીમાલીની અંદર એના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું, ત્યાં પણ જવાનું થયું. ફરીવાર આ બાળકો ૩૦૦ જેટલી દીકરીઓ જે અભ્યાસ કરે છે એને શુભકામના પાઠવું છું અને આપના માધ્યમ દ્વારા જે રીતે વાંસદાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે કાળજી રાખીને એના સર્વાંગી વિકાસ થાય, વ્યક્તિ વિકાસ નહીં પણ દરેક લોકોનો વિકાસ થાય એ દિશામાં પણ કામ કર્યું છે ત્યારે હું આજે જ્યારે અચાનક જગદીશભાઈનો અહીંયા પ્રવાસ થવાના કારણે આનંદની વાત છે'
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં 15 માર્ચે વિરાટ હિન્દુ સંમેલન યોજાશે:સનાતન સંસ્કૃતિના સંરક્ષણ અને સામાજિક એકતા હેતુ આયોજન
    Next Article
    સિવિલમાં અંગદાનથી ચારને મળ્યું નવજીવન:ઝારખંડના યુવાને અંગો અને અમદાવાદના પ્રૌઢે આંખ-ચામડીનું દાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment