Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં 'ઊંટના નહીં, પાલિકાના અઢારે વાંકા':પાણીના વાલ્વના હોલમાં ઊંટનો પગ ફસાયો; લોકોએ કલાકોની ભારે જહેમત બાદ બહાર કાઢ્યો

    11 hours ago

    ગુજરાતીમાં કહેવત છે કે ઊંટના અઢારે અંગ વાંકા, પરંતુ આ અઢારે વાંકા અંગ વાળું ઊંટ વડોદરા શહેરના રસ્તાઓ ઉપર ફસાઈ ગયું હતું. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રોડ વચ્ચે પાણીના વાલ્વના કાણામાં આ ઊંટનો પગ એવો ફસાયો કે તેને કાઢવામાં નાકે ફીણ આવી ગયું. સ્થાનિક રહીશો અને ઊંટના માલિકે મહામહેનતે આ ઊંટનો પગ બહાર કાઢ્યો. ત્યારે સ્થાનિકોમાં એવો પણ ગણગણાટ જોવા મળ્યો કે આ તો ઊંટના નહીં પરંતુ પાલિકાના અઢારે વાંકા છે. ઊંટનો પગ ગરક થઇ ગયો હતો અને તે રોડ ઉપર જ બેસી ગયું વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાંથી એક ઊંટલારી પસાર થઇ રહી હતી. સામાન્ય રીતે ઉનાળાના સમયમાં જ્યાં પાણીની અછત હોય છે તેવા પ્રદેશોમાંથી અનેક લોકો ઊંટ સાથે હિજરત કરે છે. તેવો જ એક પરિવાર પસાર થઇ રહ્યો હતો દરમિયાન અચાનક રોડ ઉપર પાલિકાની લાઈન ઉપરના લોખંડના ઢાંકણાની બાજુમાં વાલ્વના હોલમાં ઊંટનો પગ ગરક થઇ ગયો હતો અને તે રોડ ઉપર જ બેસી ગયું હતું. ઊંટ કણસતું રહ્યું અને લોકો બચાવવાનો પ્રયાસ કરતા રહ્યાં નાનકડા હોલમાં ઊંટનો પગ ફસાઈ જતા તેને અસહ્ય પીડા થઇ રહી હતી અને તે કણસતું રહ્યું હતું. શરૂઆતમાં તો ઊંટના માલિકે તેનો પગ બહાર કાઢવાના પ્રયાસો કર્યા ત્યાર બાદ અન્ય લોકો પણ તેઓની મદદે આવ્યા અને મહામહેનતે ઊંટનો પગ બહાર કાઢી તેને દર્દમાંથી મુક્તિ અપાવી હતી. ઊંટને પગના ભાગે ઇજા પણ પહોંચી હતી. જો કે એક તબક્કે આસપાસ લોકોની ભીડ જમા થઇ ગઈ હતી. લોકોની સુખાકારી વધારવામાં આવે તેવી પણ માગણી ઉઠી શહેરમાં અનેક વિસ્તારમાં રોડની વચોવચ જ આ પ્રકારના ઢાંકણા મૂકી દેવાયા છે. કેટલાક વિસ્તારોમાં તો સમારકામ બાદ તેને જો યોગ્ય રીતે પુરાણ ન કરવામાં આવે તો વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. શહેરમાં અનેક સ્થળોએ હાલમાં ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ના કારણે પણ ખાડાઓ ખોદી નાખવામાં આવ્યા છે. ત્યારે પાલિકા દ્વારા લોકોની સુખાકારી વધારવામાં આવે તેવી પણ માગણી ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રતાપનગર રેલવે યાર્ડમાં વર્કશોપ પાસે સ્ક્રેપમાં આગ લાગતા અફરાતફરી:અઢી કલાકની જહેમત આગ કાબૂમાં, વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે પણ કચરામાં આગ
    Next Article
    ગાંધીનગરનો ચકચારી ઋષભ પટેલ આત્મહત્યા કેસ:ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત 3 વોન્ટેડ આરોપીઓનું નેપાળ કનેક્શન ખુલ્યું, પોલીસ હવે ઇન્ટરનેશનલ પ્લાનિંગ સાથે ધરપકડ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment