Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રતાપનગર રેલવે યાર્ડમાં વર્કશોપ પાસે સ્ક્રેપમાં આગ લાગતા અફરાતફરી:અઢી કલાકની જહેમત આગ કાબૂમાં, વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે પણ કચરામાં આગ

    10 hours ago

    વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે યાર્ડમાં આવેલ વર્કશોપ પાસે સ્ક્રેપમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગના બનાવને લઈ દોડધામ મચી જવા પામી હતી. બનાવને લઈ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે ફાયર વિભાગને આ સ્ક્રેપમાં આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. વર્કશોપ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં વહેલી સવારે આગ શહેરના પ્રતાપનગર ખાતે આવેલા રેલવે યાર્ડમાં આવેલ વર્કશોપ પાસે વહેલી સવારે આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગ વર્કશોપ પાસે રહેલા સ્ક્રેપના ગોડાઉનમાં લાગી હતી. જેમાં પતરા, પાઇપ અને અન્ય સામાન ભરેલો હતો. આગ લાગતા અહીંયા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ ગાજરાવાડી ફાયર સ્ટેશનને કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. અઢી કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી સ્ક્રેપના ગોડાઉનમાં આગ પર નિયંત્રણ મેળવવા ભારે જહેમત ઉઠાવી પડી હતી. અહીંયા રહેલા ફાયરના સાધનો દ્વારા પણ આગ કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જો કે આગ એટલી વિકરાળ બની કે ફાયર વિભાગની ટીમે સત્તત પાણીનો મારો ચલાવ્યો હતો. અહીંયા સમાન વધુ હોવાથી સમય વધુ લાગ્યો હતો. ફાયર વિભાગે અઢી કલાકની ભારે જહેમત આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગતા અહીંયા રહેલા કેટલાક ઝાડને પણ નુકસાન થયું છે. સાથે સ્ક્રેપમાં રહેલ મોટા ભાગનો સમાન બળીને ખાખ થઈ ગયો હતો. વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે કચરામાં આગ લાગી આ સાથે શહેરના માંજલપુર વિસ્તારમાં વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે કચરામાં આગ લાગી હતી. સાથે તાંદલજા વિસ્તારમાં ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા કેબલો બળી ને ખાખ થઈ ગયા હતા. સાથે જિલ્લામાં રામપુરા પાદરા પાસે ઇકો કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
    Click here to Read More
    Previous Article
    કોલકાતા: PMની રેલી પહેલા ભાજપ-ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ:સામ-સામે પથ્થરમારો કર્યો; મમતાના મંત્રીએ કહ્યું- મારા પર ઈંટથી હુમલો કર્યો; PMએ કહ્યું- જંગલરાજવાળાનું કાઉન્ટડાઉન શરુ
    Next Article
    વડોદરામાં 'ઊંટના નહીં, પાલિકાના અઢારે વાંકા':પાણીના વાલ્વના હોલમાં ઊંટનો પગ ફસાયો; લોકોએ કલાકોની ભારે જહેમત બાદ બહાર કાઢ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment