Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળના હર્ષિત દેવાણીની આર્ટવર્ક ભેટ PM મોદીએ સ્વીકારી:વડોદરામાં સ્વ. હીરાબા અને PM મોદીનું સ્મૃતિ ચિત્ર જોઈ કલાકારે કહ્યું- લાગણી શબ્દોમાં વર્ણવી ન શકાય

    12 hours ago

    વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક મોટા કાર્યક્રમમાં વેરાવળ-સોમનાથ વિસ્તારના યુવક હર્ષિત દેવાણીએ ખાસ ગૌરવ અપાવ્યું છે. વડાપ્રધાન મોદીએ પોતે હર્ષિત પાસે પહોંચીને તેના દ્વારા હાથથી તૈયાર કરાયેલું સ્વ. હીરાબા અને નરેન્દ્ર મોદીનું આર્ટવર્ક સ્વીકાર્યું હતું. વડાપ્રધાને સ્થાનિક કલાકારની કલાને બિરદાવતા સોમનાથ-વેરાવળ પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ ખાસ ક્ષણનો સાક્ષી બનવા માટે હર્ષિત દેવાણી સોમનાથ-વેરાવળથી ખાસ વડોદરા પહોંચ્યો હતો. આ પહેલા પણ એકવાર વડાપ્રધાન મોદીએ હર્ષિતની ભેટ સ્વીકારી હતી. તેથી તેને પૂરો વિશ્વાસ હતો કે આ વખતે પણ તેનો પ્રયાસ સફળ રહેશે. સભાસ્થળે જ્યારે PM મોદી તેની નજીક આવ્યા અને આર્ટવર્ક જોઈને તેનો સ્વીકાર કર્યો, ત્યારે આખો સભાખંડ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યો હતો. આ પ્રસંગ અંગે હર્ષિત દેવાણીએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'વડાપ્રધાન મોદી સાહેબે મારું આર્ટવર્ક ખૂબ ધ્યાનથી જોયું. ત્યારબાદ ચહેરા પર સુંદર સ્મિત સાથે હીરાબા અને નરેન્દ્ર મોદીના સ્મૃતિ ચિત્રને સ્વીકાર્યું. ત્યારે મને જે લાગણી થઈ એ હું શબ્દોમાં વર્ણવી શકતો નથી.' 'મોદી સાહેબને આટલી નજીકથી જોવા અને તેમની પાસેથી આવી પ્રોત્સાહક સરાહના મળવી એ મારી જિંદગીનો સૌથી મોટો અને યાદગાર અવસર છે. તેમના આ પ્રેમાળ પ્રતિસાદથી મને મારા આર્ટ ક્ષેત્રમાં વધુ સારું કામ કરવાની અને દેશ માટે કંઈક ઉપયોગી યોગદાન આપવાની મોટી પ્રેરણા મળી છે.' વેરાવળના યુવકની આ સિદ્ધિ અને વડાપ્રધાન સાથેના આ મિલનના સમાચારથી સ્થાનિક લોકો અને યુવાનોમાં પણ ગૌરવની લાગણી પ્રવર્તી રહી છે. આ માહિતી કેવિન કાનાબાર દ્વારા આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગરના જૈન દેરાસરમાં ભવ્ય આંગી અને રોશની:પર્યુષણ પર્વના બીજા દિવસે ઓશવાળ કોલોની-2 ખાતે ભવ્ય આંગી તથા ભાવનાનું આયોજન
    Next Article
    બ્રિજ અને ચર્ચથી સિવિલ સુધીના નવા ફલાય ઓવરની મંજૂરી મળી‎:ગોધરામાં ફ્લાયઓવરના વિસ્તરણની મંજૂરી મળતાં ખર્ચનો આંકડો 114.55 કરોડે પહોંચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment