Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્રિજ અને ચર્ચથી સિવિલ સુધીના નવા ફલાય ઓવરની મંજૂરી મળી‎:ગોધરામાં ફ્લાયઓવરના વિસ્તરણની મંજૂરી મળતાં ખર્ચનો આંકડો 114.55 કરોડે પહોંચ્યો

    15 hours ago

    ગોધરા શહેરમાં ટ્રાફીકની સમશ્યાના નિવારણ માટે ફ્લાય ઓવરની માંગણી ધારાસભ્ય સી કે રાઉલજી દ્વારા સરકારમાં કરવામાં આવી હતી. જે પ્રભાના કોતરથી બસ સ્ટેન્ડ સુધીના ફ્લાયઓવર બ્રિજ માટે 43.07 કરોડ મંજુર કરવામાં આવ્યા હતા. જેની કામગીરીનુ ટેન્ડર આશીષ બ્રિજકોન પ્રા.લિ.ને મંજૂર થયું હતું. અને કામગીરી 13 સપ્ટેમ્બર 2023થી શરૂ થઈ 12 માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવાની હતી. દરમિયાન, ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી દ્વારા મુખ્યમંત્રીને કરાયેલી ભલામણના પગલે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા બ્રિજ લંબાવવાનો નિર્ણય લેવાયો છે. જેથી હવે આ ફ્લાયઓવરને બસ સ્ટેન્ડથી ભુરાવાવ રેલ્વે ઓવરબ્રિજ સુધી તથા ચર્ચ જંકશનથી સિવિલ હોસ્પિટલ સુધી લંબાવવા માટે 39.89 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. સ્થાનિક પદાધિકારીઓ અને વહીવટી તંત્રના સૂચન મુજબ વધારેલી લંબાઈ માટે નવેસરથી G.A.D. (જનરલ અરેન્જમેન્ટ ડ્રોઇંગ) તૈયાર કરાતાં અગાઉની ડિઝાઇનમાં ફેરફાર થવાથી કામગીરી બાકી રાખવામાં આવી છે. હાલ ફેઝ-1 હેઠળ માત્ર અમૂલ પાર્લરથી ચર્ચ સુધીની જ કામગીરી હાથ ધરાઈ છે. ફેઝ-1ની સંભવિત બચત રકમ આશરે 20 કરોડ અને ફેઝ-2ની સૈદ્ધાંતિક મંજૂર રકમ 39.89 કરોડ મળીને કુલ 60 કરોડ ઉપલબ્ધ છે. પરંતુ સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે કુલ 114.55 કરોડની જરૂરિયાત ઊભી થઈ છે. આથી ઘટતી રકમની મંજૂરી માટે વડોદરા પ્રાદેશિક કમિશનર (નગરપાલિકા) ની કચેરી દ્વારા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડને રિવાઇઝ્ડ સૈદ્ધાંતિક મંજૂરી આપવા સત્તાવાર પત્ર લખી રજૂઆત કરી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળના હર્ષિત દેવાણીની આર્ટવર્ક ભેટ PM મોદીએ સ્વીકારી:વડોદરામાં સ્વ. હીરાબા અને PM મોદીનું સ્મૃતિ ચિત્ર જોઈ કલાકારે કહ્યું- લાગણી શબ્દોમાં વર્ણવી ન શકાય
    Next Article
    એપલે ફોલ્ડેબલ ફોન સાથે 6 ડિવાઈસ લોન્ચ કર્યા:ભારતમાં તેનું બુકિંગ અને વેચાણ ક્યારે શરૂ થશે? જાણો કિંમત, ફિચર્સ અને સ્પેશિફિકેશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment