Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદના સરંભડામાં યુવાને આપઘાત કર્યો:સતત રિલ્સ જોતો અને મજૂરી કામમાં ધ્યાન ન આપતા માતાએ ઠપકો આપ્યો, લાગી આવતા ગળે ફાંસો ખાંધો

    11 hours ago

    હળવદના સરંભડા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોબાઈલમાં રિલ્સ જોતા અને કામમાં બેદરકારી દાખવતા 25 વર્ષીય યુવાન રવિ શંકર નાયકને તેની માતાએ ઠપકો આપ્યો હતો. આ ઠપકાથી લાગી આવતા યુવાને વાડીની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાં કેશવલાલ પટેલની વાડીએ મજૂરી કામ કરતા રવિ નાયકે આ અંતિમ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં જ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મૃતક યુવાનના ભાઈ માન્યા શંકર નાયક (ઉં.વ. 23) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે આ મામલે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક વિગતો અનુસાર, રવિ મોબાઈલમાં સતત રિલ્સ જોતા હતા અને મજૂરી કામમાં ધ્યાન આપતો ન હતો. આ બાબતે તેમની માતાએ તેમને ઠપકો આપ્યો હતો, જેના કારણે તેમને મનોમન લાગી આવતા તેમણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    કેસર કેરી પર જોખમ તોળાઈ રહ્યું છે:3 દિવસ વરસાદની આગાહી; જીરું, ઘઉં, ચણા સહિતનાં પાકને નુકસાનની ભીતિ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગરમીમાં આંશિક રાહત
    Next Article
    AAPનો કમિશનરને પત્ર, ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહીની માગ:'જનતાના આરોગ્ય સાથે થઈ રહેલા ચેડાં રોકવામાં સુરત મનપાનું ફૂડ વિભાગ નિષ્ફળ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment